ડીસાની ટી.સી.ડી ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેનની કાઉન્ટી ટીમના ખેલાડી અને ગુજરાતની આઈ.પી.એલ.ટીમના ટ્રેનર થોમસ ઇયાન જ્હોનેમુલાકાત લીધી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-27 12:15:01
  • Views : 464
  • Modified Date : 2021-12-27 12:15:01

ઇંગ્લેન્ડના ક્રિકેટ મેચના પ્લેયરે મુલાકાત લીધી હતી.બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષથી ક્રિકેટ સાથે સંકળાયેલા અને ડીસા ન્યુ ટીસીડી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અલકેશભાઇ રાવળનું આ વર્ષે કોરોનામાં થયેલા અવસાન બાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટને તેમની ખોટ પડી છે.. ક્રિકેટરોએને હંમેશા મોટીવેટ કરતાં અલકેશભાઇ રાવળની યાદમાં આજથી ડીસા ટીસીડી મેદાન ખાતે ઓલ ગુજરાત ઓપન સિઝન ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન કરવામાં આવ્યું છે.. જેમાં ગુજરાતભરથી ૧૬ ટીમો ભાગ લઈ રહી છે.. આજે પ્રથમ મેચ પાટણની ટિમ અને ભીલડીની ટિમ વચ્ચે રમાઈ હતી.. આ ટુર્નામેંટના ઓપનિંગ માટે ઇંગ્લેનની કાઉન્ટી ટીમના ખેલાડી અને ગુજરાતની આઈ.પી.એલ.ટીમના ટ્રેનર થોમસ ઇયાન જ્હોન ખાસ હાજર રહ્યા હતા.. આ પ્રસંગે ડીસાના પૂર્વ ક્રિકેટરો, રાહુલભાઈ પરમાર, શૈલેષભાઈ મકવાણા, હનીફભાઇ ઘાસુરા, કિશોરભાઇ ત્રિવેદી, એન્જલ્સ હાઈસ્કૂલના ટ્રસ્ટી સતિષભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝીલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.. અને આ ટુર્નામેંટનું સફળ આયોજન ન્યુ ટીસીડી ક્રિકેટ મેદાનના વિપુલભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે.. અને ગુજરાત ભરના સિઝન ક્રિકેટના ખિલાડીઓ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News