સુરતથી વડોદરા, અમદાવાદ, પાટણ સુધી જશે આ ટ્રેન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-06 16:17:23
  • Views : 80
  • Modified Date : 2024-01-06 16:17:23

નવી શરૂ થયેલી ટ્રેન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતને જોડશે. જેનો જાહેર જનતા લાભ લઈ શકશે.આ ટ્રેનમાં અલગ-અલગ કોચ આપવામાં આવેલા છે. જેમ કે જનરલ કોચ, સ્લીપર કોચ, 3 ટાયર એસી તેમજ લેડિઝ કોચનો પણ સમાવેશ થાય છે.આ બાડમેર હમસફર ટ્રેન બાંદ્રા ટર્મિનસથી બાડમેર સુધીમાં 22 સ્ટેશનની સફર કરશે તેમાં ગુજરાતના 11 સ્ટેશનો પર સ્ટોપ કરશે.ગુજરાતમાં વાપી, વલસાડ, સુરત તેમજ અંકલેશ્વર તેમજ સેન્ટ્રલ ગુજરાતની વાત કરીએ તો આ ટ્રેન વડોદરા, આણંદ, અમદાવાદ તેમજ નડિયાદને જોડશે.ત્યાંથી પસાર થઈને મહેસાણા, પાટણ અને ભીલડી સ્ટેશનનો સ્ટોપ લેશે. છેલ્લે રાજસ્થાનના બાડમેરમાં 18:08 વાગ્યે પહોંચાડશે.

Download Our B K News Today App



Related News