અમદાવાદની આ સોસાયટીમાં 50 વર્ષથી થાય છે અનોખી વેષભૂષા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-23 15:18:35
  • Views : 119
  • Modified Date : 2023-10-23 15:18:35

નવરાત્રીની આઠમના દિવસે દરવર્ષે અમદાવાદની સાબરમતી વિસ્તારમાં આવેલી વારાહી સોસાયટીમાં છેલ્લા 50 વર્ષથી વેષભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ વેષભૂષાના કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને મોટા લોકો ભાગ લે છે. આ વેષભૂષામાં અલગ અલગ વયજૂય પ્રમાણે ઈનામ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં કોઈ એક્ટર , કોઈ ક્રિકેટર, તો કોઈ ભૂત બનીને આવ્યું હતું.આ વેષભૂષાના કાર્યક્રમમાં તાજેતરનું શાહરુખ ખાનનું સૌથી ચર્ચિત પાત્ર 'જવાન' બનીને આવેલ છે.આ વેષભૂષાના કાર્યક્રમમાં એક બાળક તારક મહેતાનું ચર્ચિત પાત્ર ચંપક ચાચા બનીને આવ્યો છે, જ્યારે અન્ય એક બાળક આદિવાસી બનીને આવ્યો છે. આ વેષભૂષામાં પિતા-પુત્રીની જોડીએ ધૂમ મચાવી હતી.આ વેષભૂષાના કાર્યક્રમમાં બાળકો રાધા-કૃષ્ણ, શિવશક્તિ અને મહાકાળી માતાજી બનીને આવ્યા હતા.આ વેષભૂષાના કાર્યક્રમમાં એક બાળક ક્રિકેટર, તો કોઈ અલગ અલગ ફિલ્મના પાત્ર બનીને આવ્યું હતું.આ વેષભૂષાના કાર્યક્રમમાં બાળકો અલગ અલગ પ્રકારના ભૂત બનીને આવ્યા હતા.

Download Our B K News Today App



Related News