'આ એક હત્યા છે, હું તેના માટે લડીશ': ગોંડલમાં ગુમ થયેલા યુવકની લાશ મળવાના કેસમાં CBI તપાસની માગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-10 17:25:00
  • Views : 47
  • Modified Date : 2025-03-10 17:25:00

રાજકોટ પાસે વાહનની અડફેટે એક યુવકના મોતની ઘટના બની હતી. પહેલાતો આ એક અકસ્માત હોય તેવું લાગ્યું. પરંતુ, જ્યારે મૃતક યુવકની ઓળખ થઈ તો સમગ્ર ઘટનાએ નવો વલાંક લીધો. મૃતક ગોંડલમાંથી ગુમ થયેલો રાજકુમાર જાટ નામનો યુવક હોવાનો ખુલાસો થયો છે. આ મામલે યુવકના પિતાનો દાવો છે કે, 'ગોંડલના પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ જ મારો પુત્ર ગુમ થયો હતો.' આ સિવાય મૃતકની બહેને આ ઘટનાને હત્યા ગણાવી છે. વિવાદ વકરતા પોલીસે હવે રહી રહીને તપાસ શરૂ કરી છે. પોલીસ મૃતક અને તેના પરિવારના સભ્યોનો DNA રિપોર્ટ પણ કરાવશે. જોકે, ગુજરાતનો આ મામલો હવે રાજસ્થાન પહોંચ્યો છે અને રાજસ્થાનના સાંસદે તેને સંસદ સુધી લઈ જવાની ચિમકી ઉચ્ચારી છે. 

'આ એક હત્યા છે, હું તેના માટે લડીશ'

ગુજરાતમાં ચકચારી જગાવનાર આ ઘટના બાબતે મૃતકની બહેને ચોંકાવનારો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે, 'જયરાજસિંહના બંગલામાં તેના ભાઈને મારતા હોવાના CCTV સ્થાનિક પોલીસે જોયા છે'. સાથે જ પોતાના ભાઈને ન્યાય મળે અને ગુનેગારોને સજા થાય તે માટે છેક સુધી લડી લેવાની વાત મૃતક રાજકુમાર જાટની બહેને કરી છે.

મૃતકના પિતાનો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર આક્ષેપ

મૃતક રાજકુમાર જાટ ગોંડલના ગાયત્રીનગરમાં રહેતો હતો. તેના પિતા રતનલાલ શંકરલાલ જાટ પાઉંભાજીનો ધંધો કરે છે. રતનલાલનો આક્ષેપ છે કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અમને અટકાવીને જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જયરાજસિંહના બંગલેથી અમે પુત્ર સાથે ઘરે પરત ફર્યા હતાં. પરંતુ, બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો. પરંતુ, બાદમાં તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરી હતી, પરંતુ તેમણે ફરિયાદ ન લેતા રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, જ્યાર બાદ ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી'.

Download Our B K News Today App



Related News