આ ભારતીય અબજોપતિએ ફક્ત 73 રૂપિયામાં વેચવી પડી 2 અબજ ડોલરની કંપની, જાણો શા માટે આવું કરવું પડ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 13:38:21
  • Views : 570
  • Modified Date : 2020-12-19 13:38:21

    સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય મૂળના અબજોપતિ બી.આર. શેટ્ટીની ફિનાલ્બર પીએલસી પોતાનો કારોબાર ઇઝરાઇલ-યુએઈ કંજોર્ટિયમને માત્ર એક ડોલર (રૂ. 73.52)માં વેચવી પડી છે. આપને જણાવીએ કે ગયા વર્ષથી જ તેમના સિતારા ડૂબવાના શરૂ થઈ ગયા હતા. તેમની કંપનીઓ પર અબજો ડોલરનું દેવું જ નહીં, પરંતુ તેમની સામે છેતરપિંડીની પણ તપાસ કરવામાં આવી રહી છે.ગત ડિસેમ્બરમાં તેમના બિઝનેસની માર્કેટ વેલ્યૂ 1.5 બિલિયન પાઉન્ડ (2 બિલિયન ડોલર) થઈ ગઈ હતી, જ્યારે તેમના ઉપર એક એબજ ડોલરનું દેવું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બીઆર શેટ્ટીની ફાઇનાન્સિયલ સર્વિસીસ કંપની ફિનાલ્બરે જાહેરાત કરી કે તે ગ્લોબલ ફિનટેક ઇન્વેસ્ટમેન્ટ્સ હોલ્ડિંગ સાથે કરાર કરી રહી છે. GFIH ઇઝરાઇલના પ્રિઝમ ગ્રુપની સહયોગી કંપની છે. જેને ફિનાલ્બર પીએલસી લિ. પોતાની બધી જ સંપત્તિ વેચી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ફિનાલ્બર બજાર મૂલ્ય બે બિલિયન ડોલર હતુ.આ વર્ષના એપ્રિલમાં કંપની દ્વારા આપેલી માહિતી અનુસાર, તેના ઉપર એક બિલિયન ડોલરનું દેવું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુએઈ અને ઇઝરાઇલી કંપનીઓ વચ્ચેનો સોદો મહત્વપૂર્ણ વ્યવસાયિક વ્યવહારો વિશે પણ છે.

    બી.આર.શેટ્ટીએ 1980માં અમીરાતનો સૌથી જૂનો રેમિટન્સ બિઝનેસ યુએઈ એક્સચેંજની શરૂઆત કરી હતી. યુએઈ એક્સચેંજ, યુકે સ્થિત એક્સચેંજ કંપની ટ્રૈવલેક્સ અને ઘણા નાના-નાના પેમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ અને શેટ્ટીની ફિનબ્લર સાથે મળીને 2018માં જાહેર થયા હતા.જણાવી કે યુએઈમાં હેલ્થકેયર ઈન્ડસ્ટ્રીમાં ઘણી જ સંપત્તિ બનાવનારા 77 વર્ષના શેટ્ટી પ્રથમ ભારતીય છે. તેમણે 1970માં એનએમસી હેલ્થની શરૂઆત કરી હતી, જે પછીથી વર્ષ 2012માં લંડન સ્ટોક એક્સચેંજમાં લિસ્ટ થયા પહેલા તે દેશની પોતાના પ્રકારની પ્રથમ કંપની બની. એવું કહેવામાં આવે છે કે શેટ્ટી 70ના દાયકામાં માત્ર આઠ ડોલર લઈને યુએઈ પહોંચ્યા હતા અને મેડિકલ રિપ્રેજેંટેટિવ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



Download Our B K News Today App



Related News