સિદ્ધપુરના તાવડીયા રોડ પાસેથી પ્લાસ્ટિકની બોટલમાં ભરીને ફેંકી દીધેલી હાલતમાં 13 ભૃણ મળી આવ્યા હતા.પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-30 13:36:50
  • Views : 321
  • Modified Date : 2021-07-30 13:36:50

     મહીસાગરમાં ગેરકાયદેસર ગર્ભપાતની ઘટના સામે આવ્યા બાદ પાટણ જિલ્લાના સિદ્ધપુરના તાવડીયા ગામ નજીકથી પ્લાસ્ટિકના ડબ્બામાંથી માનવ ભૃણ મળી આવ્યા હતા. સિધ્ધપુરથી તાવડીયા વાધણા જવાના માર્ગ પર 13 જેટલી બરણીઓમાં માનવ ભૃણના અવશેષો મળતાં ચકચાર મચી હતી. પ્લાસ્ટીકની બોટલોમાં પ્રસુતીગૃહ કે હોસ્પિટલના ડિસ્પ્લેમાં મુકવાના અવશેષોને સરકારના નિયમો મુજબ ડિસપોઝ કરવાના બદલે બરણીઓને ખૂલ્લામાં ફેકવાના કારણે ચકચાર મચી જવા પામી હતી. ભૃણ હત્યા છે કે પછી કોઈ હૉસ્પિટલનો વેસ્ટ છે તે અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં હતા.

ઘટના અંગે ગ્રામ પંચાયતના સદસ્ય અલ્પેશ ઠાકોરે કાકોશી પોલીસ મથકે તેમજ આરોગ્ય વિભાગને જાણ કરતાં આરોગ્ય વિભાગ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને માનવઅંગો કબજે લઇ એફએસએલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાને લઈને તાવડિયા સહિત આજુબાજુના ગામોમાંથી લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, દ્રશ્ય જોઈને આશ્ચર્ય સાથે તબીબોની બેદરકારીને લઈ ગ્રામજનોમાં ફિટકારની લાગણી જોવા મળી હતી. ઘટનાને લઈને ગ્રામપંચાયતના સદસ્ય અલ્પેશજી ઠાકોર દ્વારા કાકોશી પોલીસ મથકે તેમજ આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. 13 જેટલી બરણીઓમાં માનવ ભૃણ અને ગર્ભાશયની ગાંઠો ફેંકી દેવાયેલી હાલતનાં મળી આવતાં પોલીસે તપાસ આરંભી હતી

ત્યારે આજરોજ ભ્રૂણ મળ્યાના 7 દિવસ બાદ કાકોશી પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.તારીખ 21 જુલાઈના રોજ તાવડીયા ગામ પાસેથી માનવ ભ્રૂણ તેમજ ગર્ભાશયની ગાંઠ મળી આવી હતી.. ત્યારે આજરોજ કાકોશી પોલીસ દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ આઈ.પી.સી કલામ 269 અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

 

Download Our B K News Today App



Related News