સિદ્ધપુરના તાવડીયા રોડ ઉપરથી પ્લાસ્ટિકની બોટલમાં ભરીને ફેંકી દીધેલા 13 ભૃણ મળ્યા, 'માનવતાની હત્યા'નો વધુ એક કિસ્સો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-07-22 12:20:45
- Views : 470
- Modified Date : 2021-07-22 12:20:45
મહીસાગરમાં ગેરકાયદેસર ગર્ભપાતની ઘટના સામે આવ્યા બાદ પાટણ જિલ્લાના સિદ્ધપુરના તાવડીયા ગામ નજીકથી પ્લાસ્ટિકના ડબ્બામાંથી માનવ ભૃણ મળી આવ્યા છે. સિધ્ધપુરથી તાવડીયા વાધણા જવાના માર્ગ પર કોઈ ગાયનેક તબીબ દ્વારા 13 જેટલી બરણીઓમાં માનવ ભૃણના અવશેષો મળતાં ચકચાર મચી છે. પ્લાસ્ટીકની બોટલોમાં પ્રસુતીગૃહ કે હોસ્પિટલમાં ડિસ્પ્લેમાં મુકવાના અવશેષોને સરકારના નિયમો મુજબ ડિસપોઝ કરવાના બદલે આ બરણીઓને ખૂલ્લામાં ફેકવાના કારણે ચકચાર મચી જવા પામી છે. તાજેતરમાં મહીસાગરના સંતરામપુરમાં ધોળે દિવસે ગેરકાયદેસર ગર્ભપાતના વીડિયો વાયરલ થયા બાદ સિદ્ધપુરમાંથી ભૃણ મળી આવતા ચકચાર વ્યાપી છે. આ ભૃણ હત્યા છે કે પછી કોઈ હૉસ્પિટલનો વેસ્ટ છે તે અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
આ ઘટના અંગે ગ્રામ પંચાયતના સદસ્ય અલ્પેશ ઠાકોરે કાકોશી પોલીસ મથકે તેમજ આરોગ્ય વિભાગને જાણ કરતાં આરોગ્ય વિભાગ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને માનવઅંગો કબજે લઇ એફએસએલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.
સિદ્ધપુરના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીએ જણાવ્યું કે, કાકોશી પોલીસ સ્ટેશનમાં બપોરે ફોન દ્વારા પાણીના વહોળાવાળી જગ્યામાં માનવઅંગોનો મેડિકલ વેસ્ટ પડેલો હોવાની જાણકારી મળતાં આરોગ્ય વિભાગનો મામલો હોઇ તાલુકા હેલ્થ ઓફિસર અને એફએસએલ ટીમને બોલાવી પરીક્ષણ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં જે જણાઈ આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટનાને લઈને તાવડિયા સહિત આજુબાજુના ગામોમાંથી લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય સાથે તબીબોની બેદરકારીને લઈ ગ્રામજનોમાં ફિટકારની લાગણી જોવા મળી હતી. આ ઘટનાને લઈને ગ્રામપંચાયતના સદસ્ય અલ્પેશજી ઠાકોર દ્વારા કાકોશી પોલીસ મથકે તેમજ આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઈને આરોગ્ય વિભાગ અને કાકોશી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. 13 જેટલી બરણીઓમાં માનવ ભૃણ (ફિટસ) અને ગર્ભાશયની ગાંઠો ફેંકી દેવાયેલી હાલતનાં મળી આવતાં પોલીસે તપાસ આરંભી છે અને ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સિદ્ધપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો. રેખાબેન નાયકે જણાવ્યું કે, સ્થળ તપાસ કરતાં અલગ- અલગ 13 ડબ્બા મળી આવ્યા છે, જે એફએસએલમાં મોકલી આપવામાં આવશે. તેમાં એક ભ્રૂણ જોઈ શકાય છે, પરંતુ બીજા અંગો શું છે તે સ્પષ્ટ થઈ શકતું નથી. આ પાર્ટ્સ શું છે તે હકીકત ફોરેન્સિક લેબોરેટરી તપાસમાં બહાર આવી શકશે.ટીએચઓ અને એક ખાનગી તબીબે જણાવ્યું કે, મેડિકલ વેસ્ટ અથવા બાયોમેડિકલ વેસ્ટ જાહેર અને ખુલ્લી જગ્યામાં ફેંકી શકાય નહીં. આ માટે દરેક ખાનગી અને સરકારી હોસ્પિટલ દ્વારા વેસ્ટ લઈ જતી ફર્મ સાથે એમઓયુ કરેલા હોય છે અને તે વાનમાં હોસ્પિટલથી લઈ જવાનું હોય છે.
ઈન્ડિયન મેડિકલ એસોસીએશન પાટણ એકમના પ્રમુખ અને ગાયનોકોલોજિસ્ટ ડો. હિનેશ મોદીએ જણાવ્યું કે, ઘણા ડોક્ટરો ઓપરેશન કરીને તે અંગો દર્દીઓ અને લોકો જોઈ શકે તે માટે વેઇટિંગમાં ગોઠવતાં હોય છે અથવા તો સાચવી રાખતાં હોય છે. અમે પણ આવા નમૂના આધારે ભણેલા છીએ. દરેક મેડિકલ કોલેજમાં આ પ્રકારે માનવ શરીરના અંગો સાચવવામાં આવતાં હોય છે.તાવડિયા ગામ પાસેથી મળી આવેલી બરણીઓ કોઈ ડોક્ટર દ્વારા ફેંકી દેવાઇ હોય એવું જણાતું નથી. કેમ કે, આના માટે મેડિકલ વેસ્ટ એજન્સીની વાન આવતી હોય છે. કોઈ ડોક્ટર આવી રીતે ખુલ્લામાં ફેંકે નહીં. હવે આ બરણીઓ ત્યાં કઈ રીતે પહોંચી એ તો પોલીસ તપાસનો વિષય છે તેમ ડો.મોદીએ જણાવ્યું હતું.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 43
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 157
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 139
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 120
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 113
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



