પાણીની વિતરણ વ્યવસ્થાનો અભાવ ઢીમા અને ભાખરી ગામમાં પીવાનાં પાણી માટે રઝળપાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 11:36:45
  • Views : 971
  • Modified Date : 2019-05-25 11:36:45

વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાથી એક કિમીએ આવેલ આંબેડકરનગર જ્યાં ૧૦૦ ઘરોની વસ્તી ધરાવતું ગામ રાજ્ય સરકાર દ્વારા રૂ ૨૨ લાખનાં ખર્ચે પીવાનાં પાણીની ઊંચી ટાંકી, સંપ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ ૬ માસથી વીજ કનેક્શનનાં અભાવે લોકો ટાંકીએથી પીવાનું પાણી ઉપાડીને ભરી રહ્યાં છે. ત્યારે સ્થાનિક લોકોએ અનેક વખત રજુઆત કરી છે. તો વળી વાવ તાલુકાનાં ભાખરી ગામે પણ પીવાનાં પાણી માટે લોકો સંપ સુધી આવીને ભરવું પડે છે.સરહદી વિસ્તારમાં પીવાનાં પાણીની સમસ્યાનના નિરાકરણ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમાં સ્થાનિક અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં હોય તેવું જણાઈ રહ્યું છે. યાત્રાધામ ઢીમાનો આંબેડકરનગરમાં ઈતરકોમની સાથે સાથે મુખ્યત્વે દલિત પરિવારો વસવાટ કરી રહ્યાં છે. અહીંયા જીઈબીનાં અધિકારીઓની અણઆવડતને કારણે સ્થાનિકોને કાળઝાળ ગરમીમાં પણ પીવાનાં પાણી માટે ભટકવું પડે છે. તેમજ લગ્નગાળાની સીઝનમાં પીવાનાં પાણીનો વપરાશ વધારે રહે છે અને પાણી મળતું નથી જીઈબીનાં ઉચ્ચ અધિકારીઓ પોતાની જવાબદારી સ્વીકારી લઈને આંબેડકરનગરમાં વીજ ડીપી લગાવી અને પીવાનાં પાણીની વ્યવસ્થા કરાવે તેવી માંગ ઉઠી છે.વાવ તાલુકાનાં ભાખરી ગામે પણ પીવાનું પાણી ૧૫૦૦થી પણ વધારે વસ્તી ધરાવતા ભાખરી ગામને પીવાનાં પાણીની વિતરણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે તો મહિલાઓને ૪૫ ડીગ્રી તાપમાનમાં પાણી માટે ભટકવું પડે નહીં.


Download Our B K News Today App



Related News