Ankleshwarમાં ચોર ઘરના આંગણામાં પાર્ક 2 બાઈક ચોરી કરી ગયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-07 16:12:50
  • Views : 101
  • Modified Date : 2023-10-07 16:12:50

ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં તસ્કર બિન્દાસ્તપણે મોટર સાઈકલની ચોરી કરી પલાયન થઇ ગયા હોવાનો મામલો પોલીસ ચોપડે ચઢ્યો છે. તસ્કર ઘરના આંગણામાં પાર્ક  2 બાઈક ચોરી કરી ગયા હતા. ચોરીની આ ઘટના અંગે વાહનના માલિકે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે CCTV ફૂટેજના આધારે  તપાસ શરુ કરી હતી.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર કેશવ પાર્કમાં તસ્કર ત્રાટક્યા હતા. ચોર રાત્રીના સમયે એક સાથે 2 બાઈકો ચોરી જતા CCTV કેમેરાના ફૂટેજમાં કેદ થયા હતા. CCTV Footage અનુસાર તસ્કરો રાત્રીના 3 વાગ્યાના અરસામાં આવ્યા હતા. બાઈકની ચોરી કરી તે ઠેકડાં મારી લઇ ગયા હતા. આ ઘટના અંગે બાઈક માલિકે અંકલેશ્વર પોલીસને ફરિયાદ કરતા સૂત્રોએ આગળની તપાસ હાથ ધરી હતી.અંકલેશ્વર પીરામણ રોડ  પર આવેલ સોસાયટીમાં ચોરીની ઘટના બનવા પામી હતી. અહીં આવેલી કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા કમલેશ મોદી અને પ્રવીણ રાઠોડે પોતાની બાઈક ઘરના આંગણામાં પાર્ક કરી હતી. આ બાઇકો લોક મારીને મુકવામાં આવી હતી તેમ છતાં રાતે 3 વાગ્યા બાદના અરસામાં  3:25 વાગ્યાના સુમારે તસ્કરો ચોરી કરી લઈ ફરાર થઇ ગયા હતા.

Download Our B K News Today App



Related News