ડીસાના નાગફણા ગામે યોજાયેલ મેળામાંથી એક બાઇકની ઉઠાંતરી કરી બીજી બાઇક ચોરી કરવા જતાં ચોરને લોકોએ ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-06 12:44:20
  • Views : 350
  • Modified Date : 2022-02-06 12:44:20

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં ચોર ટોળકી પોલીસની સહેજ પણ ડર રાખ્યા વગર એક બાદ એક મોટી મોટી ચોરીની ઘટનાઓને અજામ આપી રહ્યા છે.જે અંતર્ગત દર વર્ષે ડીસા તાલુકાના નાગફલા ગામે યોજાતા નાગ પંચમી મેળાનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું.જે મેળા દરિમયાન આજે 2 અજાણ્યા શખ્સો બાઈક ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા.જેમાં એક બાઈક ચોરે મેળામાંથી બાઈકની ચોરી કરવામાં સફળ રહ્યો હતો.પરંતુ બીજું બાઈક ચોરવા આવેલ અજાણ્યા શખ્સની ચાલ મેળામાં આવેલ લોકોને ખબર પડી જતા લોકોએ તેની વોચ ગોઠવી હતી.જે બાદ અજાણ્યો શખ્સ બાઇકની ચોરી કરવા જતાં લોકોને ટોળાએ તેને ઘેરી લીધો હતો.જેથી ડરના મારે આ શખ્સ દ્વારા તેની પાસે રહેલ રિવોલ્વોર નીકાળી હતી.પરંતુ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો.આ સમગ્ર ઘટના બાદ લોકોએ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.જેથી ગામ લોકોએ ચોરને પોલીસ હવાલે કર્યો હતો.પોલીસે હાલ તો ચોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News