ગાંધીનગરમાં હરાજીના અભાવે ધૂળ ખાતી સરકારી ગાડીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-05 12:44:55
  • Views : 558
  • Modified Date : 2021-08-05 12:44:55

     ગાંધીનગરમાં સરકારી ગાડીઓ કાટ ખાઈ રહી છે અને પડી પડી સડી રહી છે. પરંતુ સરકાર દ્વારા આ ગાડીઓનો ઝડપથી નિકાલ કરી હરાજી નથી કરાતી. આમને આમ ગાડીઓ પડી પડી સડી રહી છે. સરકાર આ અમુક અંશે બગડી ગયેલ અને અમુક વર્ષ પછી જે ૧૦ વર્ષ જૂની ગાડીઓ હોય તેને નથી ચલાવામાં આવતી. ત્યારે આવી ગાડીઓને હરાજીમાં મુકવામાં આવે છે.  પરંતુ આવી ગાડીઓની સમયસર હરાજી ન થવાને કારણે ગાડીઓ પડી પડી બત્તર અને કાટ ખાઈ સાડી અને  ખરાબ હાલતમાં સરકારી થઈ જાય છે. હાલ આ ગાડીઓ સેક્ટર ૩૦માં સરકારી કચેરીઓમાં પડી રહી છે. આ ગાડીઓનું સરકાર ઘ્વારા પેપરમાં જાહેરાત મારફતે હરાજી કરવામાં આવતી હોય છે. પરંતુ સમયસર તેની હરાજી ન થવાને કારણે ગાડીઓ પડી પડી સડી રહી છે. ત્યારે સરકારે આવી ગાડીઓનો નિકાલ કરે તો સરકારમાં તેના તિજાેરીમાં પૈસા પણ આવે અને જુની ગાડીઓનો નિકાલ થાય સાથે સાથે અમુક વર્ગને જેઓ ગાડી લેવા માંગતા હોય તમને ગાડી પણ મળી રહે પરંતુ સરકાર કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી. અને આવી ગાડીઓનો ઢગલો વધી રહ્યો છે અને ગાડીઓ પડી પડી સડી રહી છે.

Download Our B K News Today App



Related News