ગુજરાતના આ શહેરીજનોએ આવતીકાલે પાણી વિના રહેવું પડશે, હજારો નાગરિકોને થશે અસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-20 15:44:13
  • Views : 43
  • Modified Date : 2025-03-20 15:44:13

વડોદરામાં ભરઉનાળે કોર્પોરેશન દ્વારા આજે પાણીકાપ કરવામાં આવ્યું હતું. જેના કારણે રહીશોને હાલાકી વેઠવાની વારી આવી છે.


ઉનાળો થઇ ચૂક્યો છે અને ભયંકર ગરમી પડી રહી છે ત્યારે આ દરમિયાન વડોદરામાં કોર્પોરેશન દ્વારા પાણીકાપ મુકવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ પાણીનો કાપ ગોત્રી અને કારેલીબાગમાં મુકવામાં આવ્યો છે. જોકે એક દિવસ જ પાણીનો કાપ મુકવામાં આવ્યો છે, પરંતુ આ પાણીકાપથી હજારો નાગરિકોને હાલાકી વેઠવાની વારી આવી છે.


વડોદરામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોર્પોરેશન દ્વારા ગોત્રીની ગાયત્રીનગર વિસ્તારમાં એક દિવસનો પાણીકાપ પાણીકાપ ઝીંકાયો હતો. જેમાં પાણીની ટાંકીની સફાઈની કામગીરીના પગલે પાણીકાપ ઝીંકાયો હતો. કોર્પોરેશને શુક્રવારે કારેલીબાગ વિસ્તારમાં પાણી કાપ ઝીંક્યો હતો. જેમાં કારેલીબાગ દીપિકા સોસાયટી સુધી નવી પાણીની લાઇન નાખવાની કામગીરીના પગલે પાણીકાપ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: આકરા તાપમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગની અંગ દઝાડતી ગરમીની આગાહી


ત્યારે પાણીકાપ કરવામાં આવતા સ્થાનિકોને હાલાકી વેઠવાની વારી આવી છે. જેમા આશરે હજારો નાગરિકોને સમસ્યા સર્જાઇ હતી.


Download Our B K News Today App



Related News