આ બોલિવુડ સ્ટાર્સે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી કરિયરની શરૂઆત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-28 08:51:44
  • Views : 140
  • Modified Date : 2023-12-28 08:51:44

મૌની રોયને કોણ નથી ઓળખતું અને ટીવીથી લઈને બોલિવુડ સુધી તે ચર્ચામાં રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે વર્ષ 2004માં તેને અભિષેકની ફિલ્મ 'રન'ના ગીત 'નહી હોના થા'માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું.અરશદ વારસીએ ફિલ્મ 'મુન્નાભાઈ MBBS'માં સર્કિટનું પાત્ર ભજવ્યું હતું. તમને જણાવી દઈએ કે અરશદ વારસી બેકગ્રાઉન્ડ ડાન્સર અને કોરિયોગ્રાફર તરીકે પણ કામ કરતો હતો. પરંતુ આજે તે ફેમસ એક્ટર બની ગયો છે.શાહિદ કપૂર બોલિવુડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર છે અને તેને ઘણી બેસ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તમને જણાવી દઈએ કે વર્ષ 1999માં તેને ઐશ્વર્યા રાયની ફિલ્મ 'તાલ'ના ગીત 'કહીં આગ લગે મેં'માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. પરંતુ આજે તે હિટ મશીન બની ગયો છે.ડેઝી શાહ પણ બોલિવુડની ફેમસ એક્ટ્રેસ છે. તેણે બોલિવુડથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાનદાર કામ કર્યું છે. પરંતુ તેના કરિયરની શરૂઆતમાં તેણે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું.સનાયા ઈરાની ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ પણ છે અને તેની ક્યૂટનેસના ફેન્સ દિવાના છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2006માં તે ફિલ્મ ફનાના ગીત 'દેશ રંગીલા'માં કાજલ સાથે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News