ઉબેણ નદી પરના પુલમાં મસમોટા ગાબડા પડ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-06 16:10:37
  • Views : 90
  • Modified Date : 2023-07-06 16:10:37

 જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામે ઉબેણ નદી પરના પુલમાં મસમોટા ગાબડા પડતા લોકોની મુશ્કેલી વધી છે. ભારે વરસાદને કારણે ઉબેણ નદી પર 45 વર્ષ જૂના પુલમાં મસમોટા ગાબડાં પડ્યાં છે. જેને કારણે ધંધુસર સહિત 20 જેટલા ગામનો રસ્તો બંધ થતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે તેમના વિસ્તારમાં ચોમાસામાં આ સ્થિતિનું નિર્માણ થાય છે. લોકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બને છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે લો લેવલ બ્રિજ તૂટવાને કારણે લોકોને 30 કિલોમીટર ફરીને જવું પડે છે. એટલું જ નહીં સ્કૂલના બાળકોના અભ્યાસ બગડી રહ્યો હોવાનો પણ આરોપ છે. સ્થાનિકોનો દાવો છે કે 45 વર્ષ જૂનો બ્રિજ હોવાથી અનેક રજૂઆત કરવામાં આવી છે. છતાં કોઇ સાંભળવા તૈયાર નથી. અનેક રજૂઆત છતાં તંત્રએ હજુ કોઈ કામગીરી ન કરતા લોકોમાં રોષ ભભૂક્યો છે. તાત્કાલિક કામ ચલાઉ રસ્તો શરૂ કરવામાં આવે તેવી લોકોએ માગ કરી છે.

Download Our B K News Today App



Related News