અમદાવાદમાં વર્ષ 2020-21માં આગના 1600 બનાવો બન્યાં, એક અબજ રૂપિયાથી વધુ નુકસાન થયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 15:58:26
  • Views : 229
  • Modified Date : 2021-04-15 15:58:26

    અમદાવાદમાં વર્ષ 2020-2021 દરમિયાન આગનાં અલગ અલગ 1,600 બનાવ બન્યા હતા. આગના વિવિધ બનાવોમાં એક અબજ આઠ લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઉપરાંત આગને પગલે 18 લોકોનાં મોત થયા છે. ફાયરને રેસ્ક્યૂ માટેના મળેલા કૉલ દરમિયાન 98 લોકોનાં મોત થયા હોવાની ફાયર બ્રિગેડનાં ચોપડે નોંધ કરવામાં આવી છે. અમદાવાદ ફાયર વિભાગ દ્વારા 1/4/20થી 31/3/21 સુધી વર્ષ દરમિયાન અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરી પૈકીની પ્રાથમિક પરંતુ મહત્ત્વની માહિતી સામે આવી છે.

    અમદાવાદ શહેરમાં એક અબજ 8 કરોડ 63 લાખ રૂપિયાનું આગ, પાણી અને ધુમાડાથી નુકસાન થયું છે. વર્ષ દરમિયાન આગથી બચાવવામાં આવેલા માલની કિંમત રૂપિયા બે અબજ, 40 કરોડ, 15 લાખ, 9 હજાર અને 900 રૂપીયાનું આગ, પાણી, ધુમાડાથી થનારું નુકસાન અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા થતું અટકાવવામાં આવ્યું છે. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા અબજો રૂપિયાની મિલકત બચાવી લેવામાં આવી હોવાનં સામે આવ્યું છે.

    આ ઉપરાંત છેલ્લા 2019, 2020, 2021માં ઉદ્ભવેલી કોવિડની કુદરતી આપત્તિમાં ડિઝાસ્ટરની મહામારીમાં સમગ્ર શહેર, જાહેર સ્થળો, કોર્ટ, સરકારી કચેરીઓ, કોવિડ માઈક્રો કન્ટેન્ટ વિસ્તારો, કોવિડ અસરગ્રસ્તોના ઘરોમાં સેનિટાઈઝેશનની મહત્ત્વની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાાંત જાહેર લોક રક્ષણ પૂરું પાડવાની સાથે સાથે કોવિડમાં અવસાન પામેલા મહદઅંશે મૃતકોના પાર્થિવ દેહોને સ્મશાનમાં પહોંચાડી અગ્નિ સંસ્કાર માટે આગળની કાર્યવાહી પણ કરવામાં આવી છે.


Download Our B K News Today App



Related News