ડીસા મા વિધાર્મીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી લવ જેહાદ ની પ્રવૃત્તિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-02 12:37:11
  • Views : 357
  • Modified Date : 2022-09-02 12:37:11


ડીસા મા વિધાર્મીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી લવ જેહાદ ની પ્રવૃત્તિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે હિન્દુ યુવા સંગઠન બેનર હેઠળ પ્રબુદ્ધ વ્યાપારીઓ અને નાગરિકો ની બેઠક યોજાઇ હતી જેમાં લવ જેહાદ ની પ્રવૃત્તિને અટકાવવા માટે આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો ના આયોજન અંગે ચર્ચા થઈ હતી

 

ડીસાના માલગઢ ગામે વિધર્મીઓએ ધર્માંતરણ કરાવ્યા બાદ પરિવાર ને પાછો સોંપવા માટે 25 લાખ ની ખંડણી માંગતા પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવી લવ જેહાદ ની પ્રવૃત્તિઓને અટકાવવા માટે આજે ડીસા ના સાંઈબાબા મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠન બેનર હેઠળ અલગ અલગ સંગઠનો ,વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોની બેઠક યોજાઈ હતી. જેમાં વિધાર્મીઓ દ્વારા ચલાવવામાં આવી રહેતી લવ જેહાદ ની પ્રવૃતિને અટકાવવા માટે ચર્ચા વિચારણા થઈ હતી. તેમજ આગામી સમયમાં લવ જેહાદ અટકાવવા અને આવી પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિવિધ કાર્યક્રમો યોજનાર છે. આગામી ત્રીજી તારીખે આ સંગઠન દ્વારા એક વિશાળ રેલી નું આયોજન કરાયું છે જે રેલી ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને જાગૃત કરશે અને આવી પ્રવૃત્તિઓ ચલાવનારા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરશે. જે રેલી ના આયોજન અને પરવાનગી માટે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા નાયબ કલેકટરને લેખિત રજૂઆત કરાઈ હતી

Download Our B K News Today App



Related News