અંકલેશ્વરમાં આવેલી હોટલ ડિસેન્ટમાં ભોજનમાં જીવાત નીકળતા હોબાળો મચ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-10 16:49:03
  • Views : 97
  • Modified Date : 2023-12-10 16:49:03

ભરૂચ જિલ્લામાં એક મહિનામાં રેસ્ટોરન્ટના ભોજનમાં જીવાત નીકળવાનો આજે ત્રીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વરમાં આવેલી હોટલ ડિસેન્ટમાં ભોજનમાં જીવાત નીકળતા હોબાળો મચ્યો હતો.અંકલેશ્વરના રહીશ જય ગોહિલે વાલિયા ચોકડી નજીક આવેલી ડિસેન્ટ હોટલના સંચાલકો સામે આક્ષેપ સાથે વિડીયો વાયરલ કરતાં જણાવ્યું હતું કે તેઓ શનિવારે રેસ્ટોરન્ટમાં ભોજન કરવાં ગયા હતા. હોટલમાં ભોજન ઓર્ડર કાર્ય બાદ થોડા સમય બાદ ભોજન ટેબલ પર પિરસવામાં આવ્યું હતું. આ ભોજન આરોગવાની શરૂઆત સાથે તેમની નજર પડી ત્યારે ભોજનમાં જીવાત નજરે પડી હતી.ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભરૂચના લિંક રોડ પર આવેલ હેલીઓસ પિઝા અને જુના નેશનલ હાઇવે પર ખોડિયાર હોટલમાં ભોજનમાં જીવાત નજરે પડી હતી. આંબે ઘટનાઓ બાદ આજે ત્રીજી ઘટના સામે આવી છે.

Download Our B K News Today App



Related News