રાજકોટના જેતપુર પંથકમાં ભેદી ધડાકાના અવાજ સંભળાયો હોવાની ઘટના બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-14 15:25:58
  • Views : 82
  • Modified Date : 2024-03-14 15:25:58

રાજ્યમાં ઘણીવાર ભેદી ધડાકાની ઘટના બનતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટના જેતપુર પંથકમાં બની છે. રાજકોટના જેતપુર પંથકમાં ભેદી ધડાકાના અવાજ સંભળાયો હોવાની ઘટના બની છે. જેતપુરના ચાંપરાજપુર, જેતલસર, ખીરસરા ગામમાં ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હતો. ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના ગામડાઓમાં ભેદી ધડાકા સાથે ધરા ધ્રુજી હોવાની ઘટના સામે આવી છે. તેમજ ટીડીઓ દ્વારા ભેદી ધડાકા અંગે તલાટીઓ પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે.બીજી તરફ આ અગાઉ સુરતના માંગરોળના હથોડા ગામે કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. સત્યમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં પુઠાના જથ્થામાં ભીષણ આગ લાગતા આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. તેમજ આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી હતી.

Download Our B K News Today App



Related News