ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાની ઘટના બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-05-17 11:21:19
  • Views : 99
  • Modified Date : 2024-05-17 11:21:19

 રાજકોટ ધોરાજી નગરપાલિકા ફરી એક વાર વિવાદમાં આવી છે. ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારમાં નળોમાં દૂષિત પાણી આવી રહ્યું હોવાની ઘટના સામે આવી છે. અત્યંત દુર્ગંધ મારતું પાણી મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. પીવાના પાણની લાઈનમાં ગટરનું પાણી ભળી ગયુ હોવાનું લોકોનો આક્ષેપ છે. જો કે ધોરાજીમાં ઘણા સમયથી દૂષિત પાણી આવતુ હોવાની સમસ્યા ચાલી રહી છે.બીજી તરફ સુરતના કામરેજના કઠોર ગામે દૂષિત પાણીથી સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળ્યા છે. SMC દ્વારા બોરિંગ મારફતે આપવામાં આવતું પાણી દુષિત આવી રહ્યું હોવાની ઘટના સામે આવી છે. વારંવાર  SMCને રજૂઆત કરવા છતા સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

Download Our B K News Today App



Related News