અમીરગઢના લક્ષ્મીપુરા ગામ નજીક રેલ્વે ટ્રેનની અડફેટે યુવક મોત નીપજતા ચકચાર મચી જવા પામી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-21 11:58:21
  • Views : 244
  • Modified Date : 2022-07-21 11:58:21

 

 ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા સ્થાનિકોએ પોલીસને જાણ કરી


અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ગામ નજીકથી પસાર થતી રેલવે રેલ્વે ટ્રેન અડફેટે યુવક કપાયો હોવાની ઘટના સામે આવી છે રેલવે ટ્રેનની અડફેટે યુવક અપાતા આજુબાજુના લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી


મૃતકની ઓળખાણ માટે પોલીસે તપાસ હાથ ધરી

 

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ગામ નજીકથી રેલ્વે ટ્રેન ના અડફેટે એક યુવક કપાતા ચકચાર મચી જવા પામી છે યુવક રેલવે ની અડફેટે કપાતાજ ઘટના ની જાણ લોકો થતા બનાવ સ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી યુવકનો મૃતદેહ કબજે લઇ અમીરગઢ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે જોકે રેલવેની અડફેટે ઘવાયેલા યુવકનું ઓળખાણ ન થતા  અમીરગઢ પોલીસે યુવકની ઓળખ વિધિ શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News