થરાદમાંથી ઓઇલ રિફાઇલરના બોઇલર લઈ જતી 240 પૈડાવાળી 4 ટ્રકો પસાર થતાં આખો દિવસ લાઈટકાપ રહી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-11 12:05:34
  • Views : 914
  • Modified Date : 2021-10-11 12:05:34

 

 થરાદ હાઇવે પરથી સવારે કંડલાથી બાડમેર મહાકાય ઓઇલ રિફાઇલરના બોઇલર લઈ જતી 240 પૈડાવાળા ચાર ટ્રકો પસાર થઈ હતી . જેને લઈ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો . જેને લઈ પોલીસે તેમજ યુજીવીસીએલની ટીમ સાથે રહી હાઇવે પરના વીજતાર હટાવી ઓઇલ બોઇલર લઇ જતી ટ્રકો પસાર કરાવી હતી . તેમજ સવાર થી સાંજ સુધી વીજ પુરવઠો બંધ કરાતાં લોકો ગરમીમાં શેકાયા હતા મોટા મશીનો ને જોવા માટે લોકો ના ટોળા હાઇવે ભેગા થયા હતા અને હાઇવે પર ઓઇલ રિફાઇનરી ના મશીને ચાલતા હોવા થી હાઇવે. પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Download Our B K News Today App



Related News