રાજકોટમાં બસ પોર્ટ પર મુસાફર અને એસટી કર્મચારી વચ્ચે થઈ માથાકૂટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-19 16:29:31
  • Views : 83
  • Modified Date : 2023-12-19 16:29:31

રાજ્યમાં અવારનવાર બબાલની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર બસ પોર્ટ પર મુસાફર-એસટી કર્મચારી વચ્ચે માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં બસ અંગે ફરિયાદ કરવા આવેલા મુસાફર સાથે માથાકૂટ થઈ હતી. તો મુસાફરોના પોણો કલાક સુધી ફરિયાદ બુક ન હોવાનો આરોપ લગાવ્યા છે. તો આખરે અધિકારીઓની સમજાવટ બાદ વિવાદ થાળે પડ્યો હતો. તો મોરબી માટે એક જ સમયે બે બસ મુકાતા વિવાદ સર્જાયો હોવાની ઘટના બની હતી.તો આ અગાઉ રાજકોટના વીરપુર બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં મારામારી થઈ હોવાની ઘટના સામે આવી હતી.રાજકોટના વીર પુર બસ સ્ટેન્ડ પાસે હોર્ન વગાડવાના મુદ્દે કારના ચાલક અને ST બસના ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ વિવાદ ઉગ્ર બનતા કારના ચાલકે ST બસના ડ્રાઈવરને બરાબરનો ફટકાર્યો હતો. ST બસના ડ્રાઈવરે માર મારનારા યુવક સામે વીરપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News