અમદાવાદમાં વટવાની 2500 કંપની વચ્ચે ઇનહાઉસ ફાયર સેફ્ટીની વ્યવસ્થા જ નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 11:45:12
  • Views : 291
  • Modified Date : 2020-12-10 11:45:12

વટવા જીઆઇડીસી પાસે આગ જેવી ઘટનાઓમાં પોતાના ઇનહાઉસ ફાયર સેફ્ટીની કોઈ જ વ્યવસ્થા જ નથી. અહીં ચાર ફેઝની 2,500 ઇન્ડસ્ટ્રીમાં 1 લાખ 20 હજાર કર્મચારી કાર્યરત છે. તેમાં પણ મોટા ભાગની કેમિકલ કંપનીઓ છે. જ્યાં ગમે ત્યારે મંગળવારની જેમ આગની ઘટનાઓ સેકન્ડોમાં બની શકે છે. આ પ્રકારની ઘટનામાં ફાયરને જાણ પણ કરવામાં આવે તો ઓછામાં ઓછી 20થી 30 મિનિટ લાગે છે.

જો ઇનહાઉસ ફાયરની વ્યવસ્થા હોય તો એ જ સમયે ત્યાં આગ પર કાબૂ મેળવી શકાય અને લાખોનાં નુકસાન અને જાનહાનિથી બચી શકાય છે. તેમાં પણ અમુક પ્રકારના કેમિકલથી લાગેલી આગ બુઝાવવા માટે લાખો લિટર પાણી પણ ઓછું પડે છે. ઇન હાઉસ ફાયર ઉપરાંત આગ બુઝાવવા માટે પાણીના ટેન્કરોના પોઇન્ટ પણ નથી. ઇન્ડસ્ટ્રી એરિયા જુદા જુદા ફેઝમાં 527 હેક્ટરમાં છે. મંગળવારે રાતે લાગેલી આગ બુઝાવવામાં 4.5 લાખ લિટર પાણીનો છંટકાવ કરાયો તો પણ ઓછું પડ્યું. અન્ય ટેન્કરો આવે તે પહેલાં ઇમર્જન્સીમાં બાજુની કંપનીઓએ તેમના સ્ટોરેજમાંથી પાણી આપવું પડ્યું.

Download Our B K News Today App



Related News