રશિયન વેક્સિન સ્પૂતનિક-Vને ઈમરજન્સી ઉપયોગ માટે ભારતમાં મંજૂરી મળી, ગેમચેન્જર સાબીત થશે 92% ઈફેક્ટિવ આ વેક્સિન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 16:04:20
  • Views : 346
  • Modified Date : 2021-04-12 16:04:20

    કોરોના વાયરસના ભયાનક સ્વરૂપ વચ્ચે એક રાહતના સમાચાર મળ્યા છે. ભારતમાં હવે વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. સોમવારે વેક્સિન મામલે સબજેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)એ રશિયાની સ્પુતનિક વિ ને મંજૂરી આપી છે. ભારતમાં હવે આ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવશે.જો સૂત્રોનું માનીએ તો સ્પુતનિક દ્વારા ટ્રાયલનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે, જેના આધારે આ મંજૂરી મેળવવામાં આવી છે. જો કે, સરકાર દ્વારા આજ સાંજ સુધી પરિસ્થિતિ સ્પષ્ટ કરી શકાય છે.

    સ્પૂતનિક વી દ્વારા ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી હતી. આ સંજોગોમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી તરફથી સોમવારે આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.દેશમાં અત્યારે બે કોરોના વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ભારતમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓગસ્ટ સુધી ભારતમાં અત્યારે 6 વેક્સિનને મંજૂરી મળી શકે છે, જેથી વધુને વધુ માત્રામાં ડોઝ તૈયાર કરવામાં આવી શકે.

    નોંધનીય છે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, યુપી સહિત ઘણાં રાજ્યોમાં વેક્સિનની અછત નોંધવામાં આવી છે. મહારાષ્ટ્ર, ઓરિસ્સામાં તો હજારો સેન્ટર્સ પર વેકસિનેશન રોકી દેવામાં આવ્યું છે. આ સંજોગોમાં સતત માંગણી થઈ રહી છે કે, અન્ય વેક્સિનને મંજૂરી આપવામાં આવે. જેથી મોટી સંખ્યામાં ઉત્પાદન થાય અને જરૂરિયાત પૂરી કરી શકાય.


Download Our B K News Today App



Related News