હાઇકોર્ટના હુકમનો અનાદર કરવા બદલ ડીસા ડીવાયએસપી સામે લટકતી તલવાર હોવાની ઘટના સામે આવી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-09 19:35:54
  • Views : 1043
  • Modified Date : 2022-08-09 19:35:54


હાઇકોર્ટના હુકમનો અનાદર કરવા બદલ ડીસા ડીવાયએસપી સામે લટકતી તલવાર હોવાની ઘટના સામે આવી છે. ડીસા પાસેની રસાણા પાસે આવેલી એક ખેતીની જમીન પર  ગેરકાયદેસર દબાણ મામલે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ હતી તેમાં  આરોપી ને ખોટી રીતે ફસાવ્યો હોવાથી તેને હાઇકોર્ટ માંથી ફરિયાદ પર સ્ટે લાવ્યો હોવા છતાં DYSP એ ચાર્જસીટ દાખલ કરતા હવે DYDP સામે જ કાર્યવાહી થઈ શકે તેમ છે . . ..



ડીસા તાલુકાના રસાણા ગામ પાસે આવેલ રેસીડેન્ટ સર્વે નંબર 227 પૈકીના ત્રણ પ્લોટ પર ગેરકાયદેસર દબાણ કર્યુ હોવાની કૃણાલ શાહે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે આરોપીઓએ કોઈ જ દબાણ ન કર્યું હોવાની લેખિત રજૂઆત કરી હતી અને તેમ છતાં પણ માપણી કર્યા બાદ કોઈ દબાણ હશે તો તેઓએ સ્વેચ્છાએ દૂર કરવાની ખાત્રી આપી હતી જો કે માપણી કર્યા વગર જ ભરત દેસાઈ અને રણમલસિંહ વાઘેલા સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધી હતી. જેની સામે બંને આરોપીઓએ નામદાર હાઇકોર્ટમાં અરજી કરતાં તેમની ફરિયાદ પર 11-4-2022 ના રોજ સ્ટેટ આપ્યો હતો. તેમજ હાઇકોર્ટે ડીસા નાયબ કલેક્ટર, મામલતદાર ,સર્કલ ઓફિસર ડીઆઈએલઆર ઓફિસ અને પોલીસને નોટિસ ઈસ્યુ કરેલી અને સ્ટે અંગેની જાણ કરી હતી. આ ફરિયાદ પર સ્ટે આપી જાણ કરી હોવા છતાં પણ તપાસ અધિકારી અને ડીસા DYSP ડો.કુશલ ઓઝા એ આરોપી રણમલસિંહ વાઘેલા સામે પાલનપુર કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરી હતી. જે મામલે નામદાર હાઇકોર્ટના હુકમનો અનાદર કરી ચાર્જશીટ દાખલ કરતા જ આરોપી રણમલસિંહ વાઘેલાએ તપાસ અધિકારી સામે કન્ટેમ્પ ઓફ કોર્ટ ની કાર્યવાહી માટે અરજી કરી હતી. જે અરજીમાં પક્ષકારોની સુનાવણી અને દલીલોને ધ્યાને લેતા નામદાર હાઇકોર્ટ ની ખંડપીઠે હાઇકોર્ટના હુકમનો આનાદર કરનાર નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝા એ ઈરાદાપૂર્વક હાઇકોર્ટના હુકમનો અનાદર કર્યો હોવાનું માન્યું છે. તેમની સામે પ્રથમ દર્શનીય ચાર્જ ફ્રેમ કરવાનો કેસ છે અને ચાર્જ ફ્રેમ માટેની મુદત આગામી 17-8-22 રાખી છે. આ અંગે ફરિયાદી રણમલસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે સરકારે લેન્ડ ગ્રેબીંગ એક્ટ નો કાયદો લોકોના ફાયદા માટે લાવ્યો છે પરંતુ કેટલાક અધિકારીઓ તેનો ગેરલાભ ઉઠાવી નિર્દોષ લોકોને હેરાન કરે છે ત્યારે આ કેસમાં ન્યાયતંત્ર મને ન્યાય અપાવશે અને ખોટું કરનાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરશે તેવો મને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે . . . .


Download Our B K News Today App



Related News