PM મોદીના કાર્યક્રમમાં થયો ફેરફાર, વડાપ્રધાન 27 સપ્ટેમ્બરે આવશે ગુજરાત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-21 16:16:53
  • Views : 99
  • Modified Date : 2023-09-21 16:16:53

પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2 ઓક્ટોબરના બદલે પીએમ મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેશે. મહિલા અનામત બિલ પસાર થયા બાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત હોવાથી ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કર્યું છે. પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ પર મહિલા સંમેલન યોજવામાં આવશે.પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2 ઓક્ટોબરના બદલે પીએમ મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેશે. મહિલા અનામત બિલ પસાર થયા બાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત હોવાથી ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કર્યું છે. પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ પર મહિલા સંમેલન યોજવામાં આવશે.આ સંમેલનમાં 10 હજારથી વધુ મહિલાઓ સામેલ થાય તેવી કવાયત હાથ ધરાશે. આ પ્રસંગે મહિલાઓ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરશે. કાર્યક્રમના આયોજનને લઈ અમદાવાદ ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અમદાવાદના કાર્યક્રમ બાદ પીએમ મોદી બોડેલી જશે. જ્યાં શિક્ષણ વિભાગના 5 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

Download Our B K News Today App



Related News