પોરબંદરમાં ગાંધીજી સાથે સંકળાયેલા પ્રાચીન અને અર્વાચીન અનેક સ્થળો આવેલા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-02 12:12:27
  • Views : 316
  • Modified Date : 2020-10-02 12:12:27

   અણુબોમ્બની ટોચ પર બેઠેલા સમગ્ર વિશ્વમાં ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો જ વિશ્વશાંતિ સ્થાપી શકે તેમ છે, તેવો અવાજ સમગ્ર વિશ્વમાંથી સંભળાઇ રહ્યો છે ત્યારે હકીકતમાં ગાંધીજી આજે પણ પ્રસ્તુત હોય તેવું લાગી રહ્યુ છે. ગાંધીજી કેટલા પ્રસ્તુત છે અને તે પણ તેમના જન્મસ્થળ પોરબંદરમાં કેટલા પ્રસ્તુત છે તે જાણવા દિવ્ય ભાસ્કર દ્વારા પોરબંદરમાં ગ્રાઉન્ડ પર જઇને માહિતી એકત્રિત કરવામાં આવી છે.

1950થી કાર્યરત ગાંધી જન્મ સ્મારક ભવન
પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ વાળા મકાનની બાજુમાં જ વર્ષ 1950 માં એક ગાંધી સ્મારક ભવન બનાવવામાં આવ્યુ છે, જ્યાં દરરોજ અનેક દેશી-વિદેશી પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે.

1928થી કાર્યરત ખાદી ગ્રામોદ્યોગ ભવન
વર્ષ 1928 ના અરસામાં ખાદી ગ્રામોદ્યોગ ભવન નામના સ્ટોરની પણ રચના કરવામાં આવી હતી અને આ સ્ટોર આજે રાણીબાગ ચાર રસ્તા પાસે સંપૂર્ણ કાર્યરત છે. જ્યાંથી હાથે બનાવેલી વસ્તુ લોકો ખરીદે છે.

ગાંધીજીની આસ્થાનું રામ મંદિર
ગાંધીજીને ભગવાન શ્રીરામ પ્રત્યેની અપાર આસ્થા જગાડનાર રઘુનાથજીનું મંદિર કિર્તિમંદિરને અડોઅડ આવેલ છે, પરંતુ આ મંદિરની મુલાકાતે સ્થાનિક લોકો પણ ભાગ્યે જ જતા જોવા મળે છે.

ગાંધીજીની આસ્થાનું કૃષ્ણ પ્રણામી મંદિર
તો ગાંધીજી જ્યાં આસ્થા ધરાવતા હતા તે એકમાત્ર કૃષ્ણ પ્રણામી મંદિર કે જે જુના પોરબંદરના એક પ્રાચીન મકાનના પ્રથમ માળે આવેલ છે તે અંગે પણ ભાગ્યે જ કોઇને માહિતી છે.

કસ્તુરબાએ અભ્યાસ કર્યો તે શાળા
કસ્તુરબા જે શાળામાં અભ્યાસ કરતા હતા તે પોરબંદરની તળપદ કન્યાશાળા પણ આજે પોરબંદરના રાણીબાગ નજીકના વિસ્તારમાં આજે પણ કાર્યરત છે અને ત્યાં નાની-નાની બાળાઓ અભ્યાસ કરી રહી છે.

Download Our B K News Today App



Related News