ભાભરના મોચી બજારમાં ચોરીનો બનાવ આવ્યો સામે : અંદાજે 2 લાખની ચોરી કરી ફરાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-10 11:37:24
  • Views : 361
  • Modified Date : 2021-02-10 11:37:24

    ભાભરના મોચી બજારમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં મોચી બજારમાં રહેતા મહેન્દ્રભાઈ પન્નાલાલ રોલીયાના ઘરે સોના ચાંદીનાં દાગીના તથા રોકડ મળી રૂ! 1,97,000 મુદામાલની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે..સમગ્ર બનાવની વિગતો જોઇયે તો મુળ ભાભરના વતની અને હાલ અમદાવાદ રહેતા જૈન મહેન્ર્દભાઇ પનાલાલના રહેણાંક મકાનને તા 29/01/21 થી 7/02/21ના સમયગાળા દરમ્યાન નિશાન બનાવેલ અને બંધ મકાનના લગાવેલ તાળાં તોડી મકાનમાં રાખેલ સોના ચાંદિના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂ!1,97,000નો મુદામાલ કોઇ અજાણ્યા ઇસમ દ્રારા ચોરી કરી ગયેલ હોવાથી ભોગ બનનારે ભાભર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે

Download Our B K News Today App



Related News