ડીસાના વાડીરોડ વિસ્તારમાં આવેલ અંબાજી મંદિરમાં છત્ર તેમજ દાનપેટી ની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-01 12:34:44
  • Views : 300
  • Modified Date : 2021-09-01 12:34:44

     ડીસા શહેરના સોની બજાર નજીક આવેલા વાડીરોડ ઉપરના શ્રી અંબાજી માતાજી ના મંદિર નું તાળું તોડી તસ્કરોએ માતાજી નો મુગટ, છત્ર તેમજ દાનપેટી ચોરી કરી પલાયન થઇ ગયા હતાં. ડીસાના લેખરાજ ચાર રસ્તા થી વાડીરોડ જવાના મુખ્ય રસ્તા ઉપર શ્રી અંબાજી માતાજી નું મંદિર આવેલું છે. જેમાં સોમવાર ની રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ મંદિર નું તાળું તોડી માતાજી નો મુગટ, છત્ર તેમજ દાનપેટી લઇ ફરાર થઇ ગયા હતા. જો કે, વહેલી સવારે મંદિર નો દરવાજો ખુલ્લો જોઇ આસપાસના રહીશો અને વેપારીઓએ ભેગા થઇ મંદિરમાં તપાસ કરતાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આથી ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મંદિર ની તૂટેલી દાનપેટી સ્મશાન અને મારવાડી મોચીવાસ નજીક થી મળી આવતાં પોલીસે દાનપેટી નો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિરમાંથી તસ્કરો મુગટ, છત્ર તેમજ દાનપેટી ની રકમ મળી 50 હજાર ઉપરાંત ના મુદ્દામાલ ની ચોરી થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું છે તેમ સ્થાનિક રહીશો જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News