ડીસાના ભોંયણ ખાતે આવેલ CNG પંમ્પ પરથી બે લાખની ચોરી કોઈ અજાણ્યો શખ્સ 2 લાખ ની ચોરી કરી જતા તાલુકા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-24 11:36:47
  • Views : 283
  • Modified Date : 2022-04-24 11:36:47

 

ડીસાના ભોંયણ સી એન જી પંમ્પ ની ઓફીસ માંથી 2 લાખ ની રોકડ રકમ ની કોઈ અજાણ્યો ચોર શખ્સ ઓફીસ માંથી ચોરી કરી ફરાર થઈ જતા ડીસા તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઇ છે..

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી ચોરી લૂંટ ના બનાવોમાં નોંધ પાત્ર વધારો થઈ રહ્યો છે.ત્યારે આજે વધુ એક ચોરી ની ઘટના સામે આવી છે.ડીસા તાલુકાના ભોંયણ ખાતે આવેલ સી એન જી પંમ્પ પર આજ રોજ સી એન જી ના હિસાબના પૈસા 2 લાખ પાંસો રૂપિયા નો હિસાબ  ઓફીસ ના ટેબલના ખાના પડેલ હતા આજે સવારે અગિયાર વાગે સી એનજી પંમ્પ પર મેનેજ તરીખે ફરજ બજાવતા સુમિતભાઈ પઢીયાર ઓફીસ નો દરવાજો ખોલતા ઓફીસ નો દરવાજો ખુલ્લો પડેલ ત્યારે સુમિતભાઈ પઢીયારે ઓફીસ માં પડેલ ટેબલના ખાનામાં  પડેલ 2 લાખ પાંસો રૂપિયા નો હિસાબ  કોઈ ચોરી કરી ગયેલ હોઈ તેવું જાણવા મળતા સુમિતભાઈ પઢીયારે તાત્કાલિક સી એન જી પંમ્પ ના માલિક સાંકેતભાઈ પીતાંબરભાઈ મહેશ્વરી જાણ કરતા સાંકેતભાઈ મહેશ્વરી અમદાવાદ થી તાત્કાલિક ડીસા સી એન જી પંમ્પ પર આવી મેનેજર સુમિતભાઇ પઢીયાર ને પૂછતાં તેણે જણાવેલ કે સવારે છ વાગ્યા ઉતરતી નોકરી વાલા કર્મચારીઓના પંમ્પ ના હિસાબ ના પૈસા 2,00,500  ઓફીસ માં ટેબલ માં રાખેલ તે કોઈ અજાણ્યો ચોર શખ્સ ચોરી કરી પલાયન થઈ જતા સી એન જી પમ્પ ના માલિક સાંકેતભાઈ પીતાંબરભાઈ મહેશ્વરી એ ડીસા તાલુકા પોલીસ મથકે 2,00,500  ના રોકડ રકમ કોઈ અજાણ્યો ચોર શખ્સ ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે....

Download Our B K News Today App



Related News