દિયોદરમાં ધોળા દિવસે પશુ આહારની દુકાનમાં લાખો રૂપિયાની ચોરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-30 11:36:50
  • Views : 372
  • Modified Date : 2021-05-30 11:36:50

     કોરોનાવાયરસ ની મહામારી ઓછી થતાની સાથે બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હાલ ચોરી, લૂંટ, હત્યા, આત્મહત્યા, જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોનાવાયરસ ની મહામારીમાં અનેક ધંધા-રોજગાર બંધ થઈ ગયા હતા જ્યાં કોરોનાવાયરસ ની પરિસ્થિતિ ઓછી થતાની સાથે હવે અજાણ્યા તસ્કરો જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક બાદ એક ચોરી ને ઘટનાને અંજામ આપવાની શરૂઆત કરી દીધી છે બજારોમાં લાંબા સમય બાદ વેપારીઓએ માંડ માંડ ધંધા-રોજગાર શરૂ કર્યા છે ત્યારે વારંવાર બનતી ચોરીની ઘટનાને લઇ વેપારીઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે.

     કોરોનાવાયરસ ની મહામારીમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વેપારીઓએ કોરોનાવાયરસ ના કેસ માં ઘટાડો થાય તે માટે સ્વેચ્છિક પોતાના ધંધા-રોજગાર બંધ કર્યા હતા જે બાદ કોરોનાવાયરસ ના કેસ માં ઘટાડો થતા લાંબા સમય બાદ બનાસકાંઠા જિલ્લાના તમામ ધંધા-રોજગાર ફરી એક વાર શરૂ થયા હતા પરંતુ ધંધા-રોજગાર શરૂ થતાની સાથે ચોરીની ઘટના શરૂ થઈ ગઈ છે ત્યારે આજે દિયોદરમાં ધોળા દિવસે ભૈરવ પશુ આહારની દુકાનમાં અજાણ્યા તસ્કરે પ્રવેશ કર્યો હતો. અને ભૈરવ પશુ આહારના દુકાન માલિક ની નજર ચૂકવી દુકાનના કાઊન્ટર માં પડેલ 1.77 લાખની રોકડ રકમ ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયો હતો જ્યારે અંગેની જાણ દુકાન માલિકને હતા દુકાન માલિકે આજુબાજુના લોકોને જાણ કરી અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ત્યાં સુધી તો અજાણ્યો શખ્સ લાખો રૂપિયાની રોકડ રકમ લઇ ફરાર થઇ ગયો હતો.

      દિયોદર ખાતે આજે થયેલી ચોરીની જાણ દુકાન માલિકે તાત્કાલિક ધોરણે દિયોદર પોલીસને કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થતો નજરે પડ્યો હતો ત્યારે હાલ તો દિયોદર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને ભૈરવ પશુ આહાર દુકાન માલિકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News