ડીસાના દામા ગામે માઇક્રોવેર એન્ટેના ની થઇ ચોરી..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-19 12:21:59
  • Views : 891
  • Modified Date : 2021-10-19 12:21:59

 

ડીસા શહેર બાદ ગ્રામીણ વિસ્તારમાં પણ તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે ત્યારે દામા ગામ ખાતે આવેલ ટાવર પાસે માઇક્રોવેર  એન્ટીનાની તસ્કરો ચોરી કરી પલાયન થઈ જતા ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ...

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે  શહેર બાદ તસ્કરો ગ્રામીણ વિસ્તારમાં પણ ચોરીને અંજામ આપી રહ્યા છે એક પછી એક તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપતા પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે ત્યારે ડીસા તાલુકાના દામા ગામ ખાતે આવેલ ટાવર પાસેથી માઇક્રોવેર  એન્ટીના નંગ 1 કિંમત રૂ.2,50,000 કિંમતનું કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી પલાયન થઈ જતાં આજ દિન સુધી આજુબાજુ તપાસ કરતા કોઈ ભાળ મળતા સુનિલભાઈ રામાભાઈ ગઢવી ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી .

Download Our B K News Today App



Related News