ડીસાના તેરમીનાળા વિસ્તાર પાસે આવેલ ભટીયાણી માતાના મંદિરે દાન પેટી ની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-16 13:18:54
  • Views : 267
  • Modified Date : 2022-01-16 13:18:54

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો બેફામ બન્યા છે અને એક બાદ એક અનેક મોટી મોટી ચોરીઓની ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે...ખાસ કરીને ડીસા શહેરમાં તસ્કરો અત્યારે મોટાભાગના મંદિરોને નિશાન બનાવી મંદિરોમાંથી મોટી મોટી ચોરીઓ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ડીસાના તેરમીનાળા વિસ્તારમાં આવેલ ભટીયાણી માતાના મંદિરને નિશાન બનાવ્યું હતું અને મંદિરની અંદર પડેલ દાનપેટીમાંથી ૧૫ હજારથી પણ વધુની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બાદ સવારે ભટીયાણી માતાના દર્શને આવતા શ્રદ્ધાળુઓ મંદીરે પહોંચતા મંદિરમાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું કે બાદ આ અંગેની જાણ તાત્કાલિક ધોરણે ડીસા ઉત્તર પોલીસ મથકને કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી ડીસાના ભટીયાણી માતાના મંદિરે વારંવાર ચોરીની ઘટના સામે આવતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

Download Our B K News Today App



Related News