ઇકબાલગઢમાં સોના જેટલા મોંઘુ ડીઝલની ચોરી થતાં ખળભળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-24 11:01:07
  • Views : 336
  • Modified Date : 2021-07-24 11:01:07

     સમગ્ર દેશમાં રોજે રોજ પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એક લીટર ૧૦૦ રૂપિયાનો આંક ટૂંક સમયમાં પાર થઈ જશે. એક બાજુ કોરોના અને બીજી બાજુ મોંઘવારીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. અને આ બધાની વચ્ચે  નિશાચરો ચોરી કરવામાં સક્રિય બન્યા છે. અમીરગઢ તાલુકાના ઈકબાલગઢના જાંજરવા ગામમાં ગઈ રાત્રે હાઇવે ઝાંઝરવાના  પાટીયે  પાર્ક કરાયેલ ટ્રકોમાંથી ડીઝલની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે.મળતી માહિતી પ્રમાણે ટ્રક ચાલકો ઇદ મનાવવા ઘરે આવ્યા હતા.  તેમને પોતાના સાત ટ્રક તેમની ઘરની સામે ખુલ્લા મેદાનમાં પાર્ક કરયા હતા. ત્યાર બાદ રાત્રીના સુમારે નિશાચરો તકનો લાભ લઇ ડીઝલની ટાંકીના ઢાંકણા તોડી ચોરી કરવામાં સફળ નીવડ્યા હતા. પાર્ક કરાયેલ સાત ટ્રકોમાંથી અંદાજિત ૧ લાખ રૂપિયાનું ડીઝલ ચોરી કરી નાસી છૂટ્યા હતા. ડીઝલની ચોરી થતાં ટ્રક ચાલકોએ ઈકબાલગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. અમીરગઢ તાલુકામાં થોડા વિરામ બાદ ચોર ટોળકી ફરી સક્રિય બનતા લોકોમાં ભય વ્યાપી ગયો છે.નિશાચરો પહેલા ઘરફોડ ચોરી કરતા હતા હવે સોના જેટલું મોંઘા ડીજલની ચોરી કરી પોલીસને ખુલો પડકાર ફેંકી રહ્યા છે.

Download Our B K News Today App



Related News