ડીસા જી ઈ બી માંથી કેબલ વાયર ની ચોરી : અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-28 11:46:02
  • Views : 241
  • Modified Date : 2022-03-28 11:46:02

ડીસા જી ઈ બી માંથી કેબલ વાયર ની ચોરી : અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ.

 

ડીસા જેટકો જી ઇ બી ના સ્ટોર રૂમ માંથી કેબલ વાયર ની કોઈ અજાણ્યો ચોર શખ્સ ચોરી કરી પલાયન થઈ જતાં ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નિધાઈ છે...

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ચોરો રાત્રીના અંધારાના સમયનો લાભ ઉઠાવી એક બાદ એક નાની મોટી ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં પણ સતત વધારો થઈ રહ્યો છે થોડા દિવસ અગાઉ ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ટ્રકોમાંથી મોટા પ્રમાણમાં ડીઝલ ચોરી કરવામાં આવી હતી જે બાદ ગત મોડી રાત્રે પણ વધુ એક ચોરીની ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લામાં ચોરી ની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે.ચોરી ની ઘટના બનતા પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.ત્યારે ડીસા જેટકો જી ઇ બી ખાતે આવેલ સ્ટોર રૂમ માંથી 200 મિટર નો કેબલ વાયર જેની કિંમત 50 હજાર ની કોઈ અજાણ્યો ચોર દ્વારા ચોરી કરી પલાયન ગયો હતો. જે અંગેની જાણ સવારે જેકો કંપનીના કર્મચારીઓ સ્થળ પર આવતા વાયરની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી સમગ્ર ચોરીની ઘટના અંગે  ડીસા દક્ષિણ પોલીસ મથકે જી ઇ બી  કર્મચારી એ અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News