ડીસા માં બનાસબેન્ક નજીક થી પાર્ક કરેલા બાઇક ની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-14 12:18:15
  • Views : 389
  • Modified Date : 2022-08-14 12:18:15

 

ડીસા માં બનાસબેન્ક નજીક પાર્ક કરેલા વધુ એક  બાઇક ની ચોરી થતા આ મામલે બાઇક માલિકે ડીસા દક્ષિણ પોલોસ મથકે ફરિયાદ નોંધાવી છે.ડીસા માં બાઇક ચોરી ના બનાવો માં સતત નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ડીસામાં વધુ એક બાઇક   ની ચોરી ની ઘટના સામે આવી છે

જેમાં દાંતીવાડા ખાતે રહેતા અને દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી માં વોચમેન તરીકે ફરજ બજાવતા નરસિંહભાઈ બેચરભાઈ હરિજન નું પોતાની માલિકી નું હીરો હોન્ડા બાઇક જેનો નમ્બર જી જે ૦૮ સીએ ૬૯૨૩ લઈ તેમનો ભત્રીજો સુરેશભાઈ ડીસા ખાતે કપડાં ખરીદી કરવા આવેલો અને પોતાનું બાઇક  બનાસ બેન્ક નજીક પાર્ક કરી નજીક માં આવેલી  કપડાં ની દુકાને ગયો હતો અને થોડા સમય બાદ પરત આવતા બનાસબેન્ક નજીક પાર્ક કરેલું બાઇક નજરે પડેલ નહી આસપાસ પણ તપાસ કરતા કયાય બાઇક ના મળી આવતા બાઇક ની ચોરી થયાનું માલુમ પડતા આ બાબતે તેને  તેના કાકા  નરસિંહભાઈ ને બાઇક ની ચોરી થયાની  જાણ કરી હતી અને જે બાબતે નરસિંહભાઈ એ ડીસા દક્ષિણ પોલીસ મથકે ૩૫ હજાર ની કિંમત ના  બાઇક ની ચોરી બાબતે ફરિયાદ નોંધવતા પોલીસ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News