રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા મકાનમાંથી 10 લાખ રોકડા અને 29 તોલા સોનાની ચોરી, CCTVના આધારે તપાસ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-19 15:26:15
  • Views : 323
  • Modified Date : 2020-11-19 15:26:15

       રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા એક મકાનમાંથી 10 લાખ રૂપિયા રોકડા અને 29 તોલાના સોનાના ઘરેણાંની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે CCTVમાં એક શખ્સ મોઢે અને હાથમાં રૂમાલ બાંધીને ઘરમાં ઘુસતો કેદ થયો હતો.રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણનગર શેરી નંબર 13માં રહેતા જીતુભાઈ પરસાણાને ત્યાં ચોરીની ઘટના બની છે. દિવાળાના તહેવામાં એક જ દિવસ માટે બહાર ગયેલા વેપારીના ઘરમાં તસ્કરોએ 10 લાખ રોકડા અને 29 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી છે. ઘટનાની જાણ થતાં જ જીતુભાઈએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને CCTVના આધારે તપાસ હાથ ધરી છે.રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણનગર શેરી નંબર 13માં રહેતા જીતુભાઈ પરસાણાને ત્યાં ચોરીની ઘટના બની છે. દિવાળાના તહેવામાં એક જ દિવસ માટે બહાર ગયેલા વેપારીના ઘરમાં તસ્કરોએ 10 લાખ રોકડા અને 29 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી છે. ઘટનાની જાણ થતાં જ જીતુભાઈએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને CCTVના આધારે તપાસ હાથ ધરી છે.સમગ્ર મામલે મકાનમાલિક જીતુભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે અમે ગત 17 તારીખે સાંજે ઘરને તાળા મારીને અમદાવાદ ગયા હતા. ત્યારે ગત મોડી રાત્રે પરત આવ્યા ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી પોલીસને જાણ કરી હતી. CCTV મુજબ એક શખ્સ મોઢે અને હાથમાં રૂમાલ બાંધીને ઘરમાં ઘુસતો CCTVમાં કેદ થયો હતો. જેથી તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

Download Our B K News Today App



Related News