ડીસાના ખરડોસણ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી : ગામલોકોએ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-04 11:18:53
  • Views : 206
  • Modified Date : 2022-09-04 11:18:53

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને જિલ્લામાં હવે ચોર ટોળકી સક્રિય બની છે અને એક બાદ એક અનેક નાની-મોટી ચોરીની ઘટનાને ચોર ટોળકી અંજામ આપી રહી છે અત્યાર સુધી મોટાભાગની ચોરી શહેરી વિસ્તારમાં જોવા મળતી હતી પરંતુ હવે ચોરો જાણે ગ્રામીણ વિસ્તારને ટાર્ગેટ બનાવ્યું હોય તેમ એક બજે એક ગ્રામીણ વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે ડીસા તાલુકાના ખરડોસણ ગામે પણ ચોરીની ઘટના સામે આવી હતી જેમાં ખરડોસણ ગામમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં અજાણ્યા શકશો મંદિરમાં પ્રવેશ કર્યો હતો. અને સૌ પ્રથમ મંદિરમાં પડેલી દાનપેટી માંથી ચોરી કરી હતી જે બાદ માતાજીને પહેરાવેલ ચાંદીના ત્રણ સત્તરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને થતા તેઓએ તાત્કાલિક આ અંગેની જાણ ગામના લોકોને કરી હતી.જેથી ચોરીની ઘટનાને લઈ આખું ગામ મંદિરે એકત્રિત થઈ ગયું હતું અને આ અંગેની જાણ ડીસા તાલુકા પોલીસને કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News