ડીસા-પાટણ હાઇવે ઉપર આવેલી ઓમ રેસીડેન્સી ના બંધ મકાન માં ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-28 11:09:15
  • Views : 295
  • Modified Date : 2022-06-28 11:09:15

 

મકાન માલિક અમદાવાદ ગયા ને તસ્કરો ૯૮,૪૦૦ નો મુદ્દામાલ ચોરી ફરાર

 

ડીસા-પાટણ હાઇવે ઉપર આવેલી ઓમ રેસીડેન્સી માં રહેતો પરિવાર અમદાવાદ ગયોને તસ્કરો બંધ મકાન ને નિશાન બનાવી સોના-ચાંદી ના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા ૯૮,૪૦૦ નો મુદ્દામાલ ચોરી ફરાર થઈ જતા ડીસા પોલીસે ફરીયાદ નોધી તપાસ હાથ ધરી છે.

ડીસા આરટીઓ ચાર રસ્તા ખાતે યેશવી મોટર્સ નો વર્કશોપ ધરાવતાં અને ડીસા-પાટણ હાઇવે ઉપર આવેલી ઓમ રેસીડેન્સી ખાતે રહેતા હિમાંશુભાઈ અમૃતભાઈ પ્રજાપતિ શનિવારે બપોરે પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. જે દરમિયાન રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી હાથફેરો કર્યો હતો. જો કે, રવિવારે વહેલી સવારે હિમાંશુભાઈ પ્રજાપતિ ને તેમનું ઘર ખુલ્લુ જોઈ સામે રહેતા અશોકભાઈ બ્રાહ્મણ જાણ કરતાં તાત્કાલિક ડીસા આવી તપાસ કરતા તસ્કરો મકાન નો પાછળ નો દરવાજો તોડી તિજોરી માં પડેલ માલસામાન વેર વિખેર કરી સોના-ચાંદી ના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા ૯૮,૪૦૦ નો મુદ્દામાલ ચોરી પલાયન થઈ ગયા હતા. અંગે મકાન માલિક હિમાંશુભાઈ પ્રજાપતિ ડીસા શહેર પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ફરીયાદ નોધી વધુ તપાસ પીઆઈ એસ.એમ.પટણી ચલાવી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News