ડીસા ના રાણપુર આથમણાવાસ ખાતે આવેલા અંબાજી માતા તેમજ ખીમજ માતા મન્દિર માં ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-10 11:54:45
  • Views : 314
  • Modified Date : 2022-08-10 11:54:45

 

ડીસા માં રાણપુર આથમણાવાસ ખાતે આવેલા અંબાજી મન્દિર તેમજ ખીમજ માતા મન્દિર  માં દરવાજો તોડી  કોઈ અજાણ્યા તસ્કરો પ્રવેશ કરી મન્દિર માં માતાજી ના  ચાંદી ના છત્ર સહિત ના આભૂષણો સહિત ૨૬ હજાર ઉપરાંત ની ચોરી કરી ફરાર થઈ જતા મામલે મન્દિર ના પૂજારી   ડીસા તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવી છે

 

ફરિયાદ ની વિગત અનુસાર ડીસા નજીક આવેલા રાણપુર આથમણાવાસ ખાતે  પ્રાચીન અંબાજી મન્દિર આવેલું છે અને મન્દિર ના નિયમિત ગામમાં રહેતા જીતેન્દ્ર કુમાર પન્નાલાલ જોશી પૂજા અર્ચના કરે છે જેઓ નિત્યક્રમ મુજબ મન્દિર ખાતે પૂજા કરવા માટે આવ્યા હતા અને તે દરમિયાન તેમને જોયું તો   મન્દિર નો મુખ્ય પરીશર નો દરવાજો ખુલ્લો હતો અને માતાજી ના સ્થાન ના આગળ મુકેલો  મુખ્ય દરવાજા નો નકુચો પણ તૂટેલો પડ્યો હતો જેથી જીતેન્દ્રભાઈ મન્દિર ની  અંદર  જઈ તપાસ કરતા  માતાજી ને ચડાવેલા  નાના મોટા  ચાંદી ના  છત્ર ૧૯ તેમજ માતાજી ના મૂર્તિ ઉપર ના ચાંદી ના ઘરેણાં અને મન્દિર માં રાખેલા  રોકડ રૂપિયા  ૧૧ હજાર મળી કુલ ૨૬ હજાર ની રોકડ અને દાગીના કોઈ અજાણ્યો તસ્કર ચોરી ગયો હોવાનું ધ્યાને તેમના ધ્યાને આવતા બાબતે  જીતેન્દ્ર પન્નાલાલ જોશી   ગામ ના અન્ય આગેવાનો ને પણ મન્દિર ખાતે બોલાવી અને ચોરી થઈ હોવાની જાણ કરી હતી તે દરમિયાન જાણવા મળેલ કે ખીમજ માતા ના મંદિર માં પણ ચોરી થવા પામી છે જેથી એક રાત માં બે મંદિર માં ચોરી બાબતે જીતેન્દ્રભાઈ જોશી   ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા તસ્કર વિરુદ્ધ બન્ને મંદિર માં રાખેલા  ચાંદી ના  છત્ર તેમજ માતાજી ના આભૂષણ અને રોકડ મળી કુલ ૨૬ હજાર ના દાગીના ની ચોરી બાબતે પોલીસ  ફરિયાદ નોંધવાતા પોલીસ મામલે વધુ  તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News