ડીસાના રત્નાકર સોસાયટીમાં ધોળા દિવસે મંદિરમાં થઈ ચોરી : રત્નેશ્વર મહાદેવના મંદિર માંથી દાન પેટીની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-23 11:10:57
  • Views : 260
  • Modified Date : 2021-09-23 11:10:57

 ડીસા ખાતે આવેલ રત્નાકર સોસાયટી ના ગેટ પાસે આવેલ રત્નેશ્વર મહાદેવના મંદિરે ધોળા દિવસે મંદિરમાં કોઈ અજાણ્યો ચોર  શખ્સ મંદિર ની દાન પેટી ની ચોરી કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

સહુની રક્ષા કરતાં ભગવાન જ બનાસકાંઠા જિલ્લામાં અસુરક્ષિત હોય તેવું જોવા મળી રહ્યું છે.વેપારી મથક ડીસા શહેરમાં તસ્કરો એ રત્નાકર સોસાયટી માં આવેલ ગેટ પાસે રત્નેશ્વર મહાદેવના મંદિરને ધોળા દિવસે નિશાન બનાવ્યું છે.આ મંદિર ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે.અસંખ્ય ભક્તો તેમની રક્ષા માટે મહાદેવને પ્રાર્થના કરતા હોય છે.પરંતુ લોકોની આસ્થાના પ્રતીક સમાન રત્નેશ્વર મહાદેવના આ મંદિરને તસ્કરોએ નિશાન  બનાવ્યું છે.ધોળા દિવસે તસ્કરોએ આ મંદિરમાં રાખવામાં આવેલી દાન પેટી ચોરી કરી ગયા છે.સાંજે જ્યારે પૂજારી પૂજા કરવા મંદિરે આવ્યા ત્યારે આ રત્નેશ્વર મહાદેવના મંદિરે ચોરી થઈ હોવાનું જાણવા મળતા તાત્કાલિક સોસાયટી ના લોકોને તેમજ આગેવાનો ને જાણ કરતા  સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ ને જાણ કરી હતી.આ રત્નેશ્વર મહાદેવના મંદિરમાં દાન પેટીમાં અંદાજીત 15 હજારની ચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News