યુવાનોનું ફ્રી હોમ ડિલીવરીનું સ્ટાર્ટઅપ હવે રાજ્યના વિવિધ શહેરોમાં પણ જશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 12:30:56
  • Views : 335
  • Modified Date : 2020-09-26 12:30:56

      શહેરમાં લૉકડાઉન બાદ ઈ-કોમર્સ સર્વિસ આપતી એપ્લિકેશન દિવસેને દિવસે વધી રહી છે. તે જોતા સિલ્વર ઓક યુનિવર્સિટીના ઈગ્નાઈટ ઈન્ક્યુબેશન સેન્ટરના ચાર વિદ્યાર્થીઓએ ક્લિક નિટ નામથી ઈ-કોમર્સ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. આ ઇ-કોમર્સના માધ્યમથી તેઓ મોબાઈલ એપ દ્વારા લોકોને દૂધ, શાકભાજી, અનાજ-કરિયાણું વગેરેની ફ્રી હોમ ડિલીવરી કરી રહ્યા છે. તેમણે લૉકડાઉનની અંદર જ 120 સોસાયટીઓના 225 જેટલા ઘરને તેમના સ્ટાર્ટઅપ સાથે જોડ્યા છે.

ગુજરાત લો સોસાયટીના પૂર્વ વિદ્યાર્થી અને ક્લિક નિટ સ્ટાર્ટઅપ શરૂ કરનાર અઝમત લોહાનીએ કહ્યું કે, લોકોને ઓછા ખર્ચે ઘરે બેઠાં સુવિધા મળી રહે તે હેતુથી અમે આ એપ બનાવી છે. જેમાં મારી સાથે અન્ય ત્રણ લોકો દેવાંગ ગોહિલ, અક્ષર થેંક, મહેશ કાકલોતર પણ જોડાયા છે.

અમે લૉકડાઉન પહેલા જ આ એપ બનાવી લીધી હતી. લૉકડાઉન પહેલાથી અત્યાર સુધી ટોટલ 250 સોસાયટીના 450 ઘર જોડાયા છે. જ્યાં અમે દૂધ, અનાજ-કરિયાણું તેમજ ડાયરેક્ટ ફાર્મમાંથી લાવેલા વેજિટેબલ્સ નિ:શુલ્ક ડિલીવર કરીએ છીએ. કોરોનાને જોતા તમામ વસ્તુઓ ઘરની બહાર સવારે 6 વાગે કોઇ પણ રહિશના કોન્ટેકમાં આવ્યા વિના પહોંચાડીએ છીએ. અમારી સાથે વસ્ત્રાપુર, બોડકદેવ, સેટેલાઈટ વગેરે જેવા 8થી 10 વિસ્તારના લોકો-યુવાનો પણ જોડાયા છે. અમે અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા સહિતના અન્ય શહેરોમાં પણ નિ:શુલ્ક હોમ ડિલિવરીનો કન્સેપ્ટ શરૂ કરવાના છીએ. જેને કારણે લોકોને તેમની જીવનજરૂરીયાતની વસ્તુઓ ઘર આંગેણે જ પ્રાપ્ત થઇ શકે.

કોરોનાને ધ્યાનમાં રાખતા એક વર્ષમાં 70 ઈ-કોમર્સ સ્ટાર્ટઅપ આવશે
આ અંગે માહિતી આપતા આઈટી કંપનીના એક્સપર્ટ વિરલ શાહે કહ્યું કે, કોરોનાને કારણે કોન્ટેક્ટલેસ હોમ ડિલીવરીનો કોન્સેપ્ટ વધી રહ્યો છે અને હજુ વધશે. આગામી એક વર્ષમાં જ આવા 70 ઈ-કોમર્સ સ્ટાર્ટઅપ આવી રહ્યા છે. જેમાં એપના માધ્યમથી લોકો તેમના ઘરે બેસીને મનગમતી વસ્તુઓ મંગાવી શકશે. જોકે, લૉકડાઉનમાં જ આવી 25 જેટલી પ્રાઇવેટ એપ બની ચૂકી છે.

Download Our B K News Today App



Related News