ડીસા તાલુકાના જુના નેસડા જૂના નેસડા ગામના યુવાને CRPF ની કોબ્રા કમાન્ડોની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-30 13:13:53
  • Views : 376
  • Modified Date : 2021-06-30 13:13:53

     ડીસા તાલુકાના જુના નેસડા ગામના રાઠોડ પ્રવીણસિંહ ફુલસિંહ જેઓ ૨૦૧૪ મા સી.આર.પી.એફ. માં જોડાયા હતા.  પોતાના મા બાપ અભણ હતા અને પશુપાલન તેમજ ખેતી કરી પોતાનુ ઘર ગુજરાન ચલાવતા હતા. ત્યારે  પ્રવિણસિંહને  બચપણથી સેનામા જોડાવાનું  સપનું હતું અને અને નાનપણમાં પોતાના મા બાપને  પણ ખેતી કામ તથા પશુ પાલનમાં મદદ કરતા હતા. અને પોતાના મા બાપ ને પણ મદદ રૂપ થતા હતા. અને નાન પણથી સેનામા જોડાવાનું એક સપનું હતું જે ૨૦૧૪ માં સી.આર.પી.એફ.મા જોડાઈને પૂરું કર્યું . અને  તાજેતરમાં જ  કોબરા  ટ્રેનિંગ ત્રણ માસની કમાંડોની ટ્રેનીગ પૂરી કરી હતી માદરે વતન જૂના નેસડા ગામે પધાર્યા હતા ત્યારે  સમસ્ત ગામ લોકો દ્વારા સામયુ તેમજ ફૂલ હાર અને ઠોલ નગારા સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનું  ડી.આઇ.જી દ્રારા એવોડ આપી સનમાનિત કરવામા આવ્યા હતા.  પ્રવિણસિંહ  હાલ જમ્મુ કાશ્મીરમાં દેશની સેવા કરી રહ્યા છે. જેઓ એ તાજેતરમાં જ કોબરા કમાન્ડોની ટ્રેનીંગ પૂરી કરી માદરે વતન જુના નેસડા ગામે પધારતા ગ્રામ જનો દ્રારા ઢોલ નગારા વગાડી સન્માન કરવામાં આવ્યું હતું  અને કોબરા કમાન્ડોની ટ્રેનીંગ પૂરી કરી તેમણે જુના નેસડા ગામનું ગૌરવ વધારેલ છે.

Download Our B K News Today App



Related News