ડીસાના યુવાનોએ બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાં વૃક્ષારોપણ શરૂ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-21 12:01:42
  • Views : 216
  • Modified Date : 2022-07-21 12:01:42


ડીસા તાલુકાના યુવકોએ અનુકૂળ વૃક્ષા રોપણ કર્યું હતું.જેમાં હવે બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાં વૃક્ષારોપણની શરૂવાત કરી દરેક વિદ્યાર્થી વૃક્ષ પ્રેમી થાય તેવી અપિલ કરી હતી...


સમગ્ર વિશ્વમાં આજે સૌથી મોટી સમસ્યા હોય તો તે જંગલોનો વિનાશ છે આજે જે પ્રમાણે સમગ્ર વિશ્વમાં સ્ટ્રક્ચરનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે તેને લઈ રોજેરોજ અસંખ્ય જંગલોમાં વૃક્ષો કપાઈ રહ્યા છે આજે લોકો જેવા પૈસા કમાવા માટે પણ રોજે રોજ મોટા પ્રમાણમાં વૃક્ષો કાપી વેચાણ કરી રહ્યા છે તો તરફ હવે ગ્રામીણ વિસ્તારમાં પણ લોકો પોતાની લોખંડની વાડો બનાવવા માટે વૃક્ષો નીકાળી રહ્યા છે. આજે જ્યાં વર્ષો પહેલા મોટા ઘટાદાર જંગલો આવેલા હતા ત્યાં જંગલોનો વિનાશ થઈ રહ્યો છે અને તેની જગ્યાએ મોટી મોટી ઇમારતો બની રહી છે.જેને કારણે અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. ત્યારે ફરી એકવાર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષોનું વાવેતર વધે અને જિલ્લો હરિયાળો બને તે હેતુથી ડીસાના યુવાનોએ અનોખી પહેલ શરૂ કરી છે. જેમાં હવે ડીસાના યુવાનોએ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓમાં વૃક્ષારોપણ શરૂ કર્યું છે અને દરેક શાળાના બાળકો વૃક્ષ પ્રેમી બને તે માટે ખાસ વૃક્ષારોપણ કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસાના યુવાનોએ ધાનેરા ખાતે આવેલી શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ડીસા દ્વારા સામાજિક વનીકરણ અભિયાન અંતર્ગત ફળફળાદી વૃક્ષો 500 થી પણ વધુ રોપા નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણમાં ડ્રીપ દ્વારા વૃક્ષોને પિયત મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આજે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ખાસ વિદ્યાર્થીઓ પર્યાવરણ વિશે જાણતા થાય તે માટે કરવામાં આવ્યું હતું


Download Our B K News Today App



Related News