ચાલુ ટ્રેને ચઢવા જતાં યુવક પ્લેટફોર્મ અને ટ્રેક વચ્ચે પટકાયો, ટીટી અને RPF જવાને બચાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 14:00:14
  • Views : 217
  • Modified Date : 2021-01-25 14:00:14

    બિહારના લખીસરાયના કિઊલ રેલવે સ્ટેશન પર એક યુવકે ચાલુ ટ્રેને ચઢવા જતાં બેલેન્સ ગુમાવ્યું હતું. જેમાં તેનો ચમત્કારીક બચાવ થયો હતો. આ ઘટના પ્લેટફોર્મ પર લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક ચાલુ ટ્રેને પ્લેટફોર્મની કિનારીએ ઢસડાઈ રહ્યો છે. આ જોઈ ટીટી અને RPF જવાન તેને બચાવવા દોડે છે. ત્યાં સુધી યુવક પ્લેટફોર્મ અને ટ્રેકની વચ્ચેની જગ્યામાં સૂઈ જાય છે. છતાં ટીટી તે યુવકને હાથ પકડી રાખે છે. આમ થોડીવાર પછી ટ્રેન જતી રહે છે અને યુવકનો ચમત્કારિક બચાવ થાય છે. મહત્ત્વનું છે કે, યુવક બચી ગયાં પછી તેને રેલવે હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News