પગાર લેવા માટે ગયેલા યુવકને મોઢામાં પગરખું લેવડાયું! પોલીસે નોંધી ફરિયાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-24 16:08:47
  • Views : 70
  • Modified Date : 2023-11-24 16:08:47

મોરબીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં કામ કરતા યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. વિભૂતિ પટેલ, ઓમ પટેલ સહિતના આરોપીએ માર માર્યા હોવાનો યુવકે આરોપ લગાવ્યો છે.ભોગ બનનાર યુવકે આરોપીઓને ત્યાં નોકરી કરતો હતો, પરંતુ 20 દિવસ બાદ યુવકે કોઈ કારણોસર નોકરી છોડી દીધી અને પોતાનો બાકી પગારની માગણી કરી, ત્યારે વિભૂતિ પટેલ સહિતના આરોપીએ પીડિત યુવકને ઓફિસ પર બોલાવી બેલ્ટ અને ઝાપટથી યુવકને ઢોર માર માર્યો હોવાનો આરોપ યુવક દ્વારા લગાવવામાં આવ્યો છે.હદ તો ત્યાં થઈ ગઈ કે યુવકને જાતિ આધારિત શબ્દો કહીને અપમાનિત પણ કરવામાં આવ્યો હોવાનો આરોપ યુવક દ્વારા લગાવવામાં આવ્યો છે. યુવકના મોમાં પગરખા રાખીને અપમાન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ડિવિઝન પોલીસે એટ્રોસિટી એકટ સહિતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News