થરાદ શહેરમાં મદીના મસ્જિદ પાસે આવેલ વર્ષો જૂની દુકાન ભયજનક સ્થિતિમાં હોવાથી આજુબાજુ વિસ્તારના લોકોમાં ભય સતાવી રહ્યો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 11:48:42
  • Views : 280
  • Modified Date : 2021-02-04 11:48:42

    થરાદ શહેરમાં મદીના મસ્જિદ પાસે સર્વે નંબર 2010માં આવેલ દુકાન વર્ષોથી બંધ છે અને તેના માલિક દ્વારા આજ દિન સુધી કોઈ તેની સારસંભાળ લીધી નથી જ્યારે ભૂકંપના લીધે દુકાનમાં તિરાડો પડી ગયેલ છે. ક્યારેક વાંદરાઓ કુદાકુદ કરે છે તેના લીધે ઉપરના માળના ઘણા બધા હિસ્સા છૂટા પડીને બહાર આવી ગયા છે અને ગમે ત્યારે પડી શકે તેમ છે..જેના કારણે દુકાનની આજુબાજુમાં આવેલ મકાનના બાળકો અને તેની પાછળ રહેતા લોકોને ડર સતાવવા લાગ્યો છે કે એમના બાળકો અહીંયા આખો દિવસ રમતા હોય છે અને દુકાનની પાછળ શેરીમાં લોકોને ત્યાંથી સાધન લઈને નીકળવાનું હોય છે ત્યારે ગમે ત્યારે દુકાનના ઉપરના ભાગનો કાટમાળ પડી સકે તેમ છે માટે ત્યાંના સ્થાનિક લોકોની માંગ ઉઠી છેકે તંત્ર સ્તવારે આનો કાઈ નિકાલ લાવે અથવા તો દુકાન માલિકને જાણ કરાવી દુકાનનું સમારકામ કરાવે.

Download Our B K News Today App



Related News