વેક્સીન લગાવ્યા પછી 3 હેલ્થવર્કરની તબિયત બગડી, ખાલી પેટે રસી લીધી હતી; રાજ્યમાં ડોક્ટરોથી વેક્સિનેશનની શરૂઆત થઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-16 15:33:31
  • Views : 1135
  • Modified Date : 2021-01-16 15:33:31

    દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. રાજસ્થાનમાં શનિવારે 167 કેન્દ્રો પર વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. અજમેરની જવાહરલાલ નહેરુ મેજિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વીબી સિંહે પહેલી વેક્સિન લગાવી છે. રાજ્યના દરેક 33 જિલ્લામાં પહેલી વેક્સિન ડોક્ટર્સે લગાવી છે. અલવરમાં 3 હેલ્થવર્કરે ખાલી પેટે વેક્સિન લીધી હોવાથી તેની તબિયત થોડી ખરાબ થઈ હતી.જયપુરમાં 21 સેન્ટર્સ સહિત રાજ્યના દરેક શહેરોમાં આજે હેલ્થ વોરિયર્સને વેક્સિનેશન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેઓ ખૂબ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે. કારણકે તેમને દુનિયાની સૌથી મોટી વેક્સિનેશનના અભિયાનનો ભાગ બનાવવામાં આવ્યો છે. જયપુરની સૌથી મોટી હોસ્પિટલ એસએમએસમાં અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે.

    અલવરમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા ખૂબ ઝડપથી કરવામાં આવી રહી છે. અહીં એક પછી એક 3 હેલ્થ વર્કરમાં કોરોના વેક્સિન પછી તબિયત ખરાબ થવાના કિસ્સા સામે આવ્યા હતા. પહેલાં જે હેલ્થ વર્કરની તબિયત ખરાબ થઈ હતી તેને વેક્સિનેશન પછી ચક્કર આવવા લાગ્યા હતા. તેમાં કોઈ તણાવની વાત નથી. જોકે હવે એ ત્રણેય હેલ્થ વર્કરોની તબિયત સારી છે. આ સામાન્ય પ્રક્રિયાનો હિસ્સો છે.

Download Our B K News Today App



Related News