શાકાહારી અને 'O' બ્લડ ગ્રુપના લોકોમાં સંક્રમણનું જોખમ ઓછું, જ્યારે 'B' અને 'AB' બ્લડ સમૂહવાળા લોકોમાં વધારે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-26 12:15:21
  • Views : 616
  • Modified Date : 2021-04-26 12:15:21

    દુનિયામાં કોરોનાવાયરસને કારણે હાહાકાર મચી ગયો છે. દેશમાં દરરોજ નવા કેસ અને મૃત્યુનો સિલસિલો રેકોર્ડ બનાવી રહ્યો છે. આ દરમિયાન કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ(સીએસઆઇઆર)એ એક રિપોર્ટ જારી કરી દાવો કર્યો છે કે સ્મોકિંગ(ધૂમ્રપાન) કરનારા, શાકાહારીઓ અને 'ઓ' બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ ઓછું રહે છે. 140 વિજ્ઞાનીએ આશરે 40 સંસ્થાનોમાં સીરો સરવે કરી આ માહિતી આપી હતી.

    સીરો સરવેના રિપોર્ટમાં જણાયું હતું કે 10,427 લોકોમાંથી 1058 (10.14%)માં એન્ટિબોડી હતા. આઈજીઆઈબીમાં વરિષ્ઠ વિજ્ઞાની તથા રિસર્ચના સહ-લેખક શાંતનુ સેનગુપ્તાએ કહ્યું હતું કે નમૂનામાંથી 346 સીરો પોઝિટિવ લોકોની 3 મહિના પછી કરેલી તપાસમાં જાણ થઈ કે તેમનામાં કોરોના સામે લડનારા એન્ટિબોડીનો સ્તર સ્થિરથી લઈને વધારે હતો, પણ વાયરસને નિષ્ક્રિય કરનારા પ્લાઝ્માની પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો હતો. તેમણે કહ્યું હતું કે 35 વ્યક્તિના છ મહિનામાં ફરીવાર નમૂના લેવા પર એન્ટિબોડીનો સ્તર ત્રણ મહિનાની તુલનાએ ઘટ્યો, જોકે નિષ્ક્રિય કરનારા એન્ટિબોડીનો સ્તર સ્થિર દેખાયો હતો. જોકે સામાન્ય એન્ટિબોડીની સાથે નિષ્ક્રિય કરનારા એન્ટિબોડીનો સ્તર જરૂર કરતાં વધારે હતો. 'ઓ' બ્લડ ગ્રુપવાળા લોકો સંક્રમણ પ્રત્યે ઓછા સંવેદનશીલ હોઈ શકે છે. જોકે 'બી' અને 'એબી' બ્લડ સમૂહવાળા લોકો વધારે જોખમમાં હોઈ શકે છે.

    મહારાષ્ટ્રમાં બૃહદ મુંબઈ નગર નિગમ(બીએમસી)એ મુંબઈમાં ત્રીજી વખત સીરો સરવે કરાવ્યો છે. એમાં જાણ થઈ કે પુરુષોની તુલનાએ મહિલાઓમાં કોરોના સામે લડવા માટે વધારે એન્ટિબોડી છે. સરવેમાં કુલ 10,197 લોકોની તપાસ કરાઇ. પુુરુષોમાં 35.02% અને મહિલાઓમાં 37.12% એન્ટિબોડી મળી આવ્યા હતા. બીએમસીએ જુલાઇ 2020માં પહેલો અને ઓગસ્ટ 2020માં બીજો સરવે કરાવ્યો હતો.



Download Our B K News Today App



Related News