વાવના માડકામાં તંત્રનું કામ ખેડૂતોએ જાતે કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-31 12:38:36
  • Views : 316
  • Modified Date : 2021-07-31 12:38:36

     વાવના માડકા ગામમાં ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોએ ગ્રામ પંચાયત તેમજ સ્થાનિક રાજકીય આગેવાનોને વારંવાર રજુઆત કરવા છતાં રસ્તાનો કોઈ ર્નિણય ના આવતા આખરે ખેડૂતો દ્વારા જાજા હાથ રળિયામણા કરી પાંચ લાખના ખર્ચે જાતે રસ્તો બનાવ્યો. વાવ તાલુકાના માડકા ગામે ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોએ રસ્તા બાબતે રાજકીય આગેવાનો અને ગ્રામ પંચાયતમાં વારંવાર રજુઆત કરવા છતાં કોઈ ર્નિણય ના આવતા આખરે ખેડૂતોએ જાતે મજૂરી કરી પાંચ લાખના ખર્ચે જાતે મેન્ટલ અને માટી કામ કર્યું  માડકાના યુવાન હમીરજી રાજપૂતે જણાવ્યું હતું કે ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં અમને નેતાઓએ વચન આપ્યું હતું કે અમે રસ્તો બનાવી આપીશું પણ આજ દિન સુધી  રસ્તાનું કોઈ ઠેકાણું ના પડતા આખરે બધા સાથે મળી ખેડૂતોએ જાતે  ૫ લાખથી વધુના ખર્ચે રસ્તામાં માટીકામ અને મેન્ટલ કામ  ૨ કિલોમીટર વધુનું કરવામાં આવ્યું છે. રોજનું ૩૦૦ લીટરથી વધુ દુઃખ પશુ પાલકો ભરાવવા ગામે આવે છે. ૩૫ જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા આવવા જવામાં ચોમાસામાં સમસ્યા સર્જાતી તેના કારણે સરકારનું કામ અમારે જાતે કરવાની ફરજ પડી ને ૨૦૨૨ ની ચૂંટણીમાં અમે પણ હવે વિચારીને મતદાન કરીશું.

Download Our B K News Today App



Related News